સાવરકુંડલામાં પૈસાની લેતી દેતીમાં હીરા વેપારીનું અપહરણ, પોલીસે ચાર મિત્રોની કરી ધરપકડ | Kidnapping in Savarkundla in money laundering case police arrest four accused

HomeAmreliસાવરકુંડલામાં પૈસાની લેતી દેતીમાં હીરા વેપારીનું અપહરણ, પોલીસે ચાર મિત્રોની કરી ધરપકડ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Kidnapping in Savarkundla over money laundering : સાવરકુંડલા શહેરમાં પટેલ વાડી પાસે ચાર શખ્સો દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે તેમના ભાઈએ સાવરકુંડલામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

સાવરકુંડલામાં પૈસાની લેતી દેતીમાં હીરા વેપારીનું અપહરણ, પોલીસે ચાર મિત્રોની કરી ધરપકડ 2 - image

આરોપીઓ બળજબરીપૂર્વક કારમાં બેસાડી અજાણા સ્થળે લઈ ગયા 

ઘટનાની વિગત એવી છે કે, ત્રણ દિવસ પહેલા સાવરકુંડલાના શિવાજીનગર પાસે આવેલી પટેલ જ્ઞાતિની વાડીની બહાર મૂળ સાવરકુંડલા તાલુકાના રહેવાસી અને હીરાનું કારખાનું ધરાવતાં ભરત વશરામભાઈનું અપહરણ થયું હતું. આ ઘટના બાદ ભરતભાઈના ભાઈ વિપુલભાઈએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા ભાઈ બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી કારમાં આવેલા ચાર શખ્સોએ બળજબરીપૂર્વક તેમને કારમાં બેસાડી અજાણા સ્થળે લઈ ગયા હતા. 

સાવરકુંડલામાં પૈસાની લેતી દેતીમાં હીરા વેપારીનું અપહરણ, પોલીસે ચાર મિત્રોની કરી ધરપકડ 3 - image

ભાગીદારીમાં હીરાનો વ્યવસાય કરતા હતાં, પરંતુ નુકસાન જતાં…

ફરિયાદને આધારે સાવરકુંડલા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ સોર્સના આધારે એલસીબીએ અપહરણકારોનું પગેરું શોધીને બે શખ્સોને ગોંડલ નજીકથી તથા બે શખ્સોને જેતપુર નજીકથી ઝડપી પાડ્યા હતા, અને ભરતભાઈને સહી સલામત છોડાવ્યા હતા. સાવરકુંડલા પોલીસ અને એએસપી વલય વૈદ્યએ આરોપીઓને અપહરણ અંગે પૂછપરછ કરતાં પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પિયુષ સાવલિયા અને જેનું અપહરણ કરાયું તે ભરત પાઘડાલ બંને ભાગીદારીમાં હીરાનો વ્યવસાય કરતા હતા, જેમાં કરોડો રૂપિયાની ખોટ જતાં ભરતભાઈ પાઘડાળ પાસે લેવાના નીકળતા પૈસા વસૂલ કરવા માટે ટોળકી બનાવીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.

સાવરકુંડલામાં પૈસાની લેતી દેતીમાં હીરા વેપારીનું અપહરણ, પોલીસે ચાર મિત્રોની કરી ધરપકડ 4 - image

ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી 

પકડાયેલા આરોપીઓમાં રાજકોટ જિલ્લાના નાના ઈંટોડાના તેજપાલ ગુલાબસિંહ જાડેજા (31),  લોધિકાના મેટોડા નજીક રહેતા ભાગ્યપાલ મહેન્દ્રસિંહ જાડેજા (25),  કેશોદના ઘેડમાં રહેતા કિશોર નારણભાઈ પંપાળિયા (32) અને મૂળ વિસાવદરના સરસઇ ગામના અને હાલ સુરત રહેતા પિયુશ રામજીભાઈ સાવલિયા (42)નો સમાવેશ થાય છે. ધરપકડ બાદ પોલીસે ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની મેળવવાની તજવીજ હાથ ધરી હતી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon