Budget 2025 Expectations: બજેટ 2025 પાસેથી ઘર ખરીદનારોને ઘણી અપેક્ષા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ યુનિયન બજેટ 2025-26 સંસદમાં રજૂ કરશે. આ બજેટમાં હોમ લોન પર કર લાભ વધવાની અપેક્ષા છે. લાંબા સમયથી હોમ લોનના ટેક્સ બેનેફિટ નિયમમાં કોઇ ફેરફાર કરાયો નથી. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી 2.5 લાખ રૂપિયાની સબસીડિ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી છે. તેનાથી રિયલ એસ્ટેટને વેગ મળશે.
બજેટ 2025માં હોમ લોન પર કર લાભ વધારવા માંગ
ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, સરકારે ઈન્કમ ટેક્સની નવી કર પ્રણાલીમાં પણ હોમ લોન પર ટેક્સ બેનેફિટ આપવું જોઇએ. હાલ માત્ર જુની કર પ્રણાલીમાં હોમ લોન પર કર લાભ મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 24બી (Section 24B) હેઠળ હોમ લોનના વ્યાજદર કર કપાત મળશે. ઉપરાંત સેક્શન 80સી (Section 80C) હેઠળ હોમ લોનના મૂળ રકમ પર પણ કર લાભ મળવો જોઇએ. બંનેમાં ટેક્સ લિમિટ લાંબા સમયથી વધારવામાં આવી નથી.
બજેટ 2025માં કર કપાત મર્યાદા વધારવા માંગ
બજેટ 2025માં જો સરકાર હોમ લોન પર કર લાભ વધારે તો ઘર ખરીદવામાં લોકોનો રસ વધશે. જાણકારોનું કહેવું છે કે, હોમ લોન પર ટેક્સ ડિડક્શન લિમિટેડ વધારીને 5 લાખ રૂપિયા કરવી જોઇએ. ખાસ કરીને હોમ લોનના શરૂઆતના વર્ષોમાં આ કર કપાત મળવો જોઇએ. બજેટ 2025માં જો સરકાર નવી કર પ્રણાલી અને જુની કર પ્રણાલીના કરદાતા માટે કર કપાત મર્યાદા વધારે છે તો તેનાથી હોમ લોન લઇ ઘર ખરીદવામાં લોકોની રુચી વધશે.
ક્રેડિટ લિંક્ડ સબસીડિ યોજનાની શરૂઆત
હોમ લોન પર 31 માર્ચ, 2022 સુધી ક્રેડિટ લિંક્ડ સબસીડિ સ્કીમ (CLSS) નો ફાયદો મળતો હતો. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો (EWS), ઓછી આવક વાળા (LIG) અને મધ્યમ આવક વાળા (MIG) લોકોને હોમ લોનના વ્યાજ પર સબસીડિ મળતી નથી. સરકાર બજેટ 2025માં હોમ લોનના વ્યાજ પર આ સબસીડિ સ્કીમ ફરી શરૂ કરે તો સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
સરકાર ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત સેક્શન 80EEA હેઠળ એવા લોકોને હોમ લોન પર વધારાનો કર કપાત આપતી હતી, જે પ્રથમ વાર ઘર ખરીદી રહ્યા હતા. આ કર કપાત હોમ લોનના 50000 રૂપિયા સુધીના વ્યાજ પર મળતો હતો. આ ટેક્સ ડિડક્શનને માર્ચ 2022માં સમાપ્ત કરવામાં આવ્યો હતો. જો સરકાર આઈટી સેક્શન હેઠળ મળનાર કર કપાત ફરી શરૂ કરે તો હોમ લોન લઇ ઘર ખરીદનારને ઘણી રાહત થશે.
આ પણ વાંચો | બજેટ 2025માં FM સીતારમણ મધ્યમ વર્ગને આપશે રાહત! જૂની કર પ્રમાણલીમાં 5 લાખની આવક ટેક્સ ફ્રી
પીએમ આવાસ યોજના સબસીડિ ફરી શરૂ થશે!
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ઓછી આવક ધરાવતા લોકોને અફોર્ડેબલ હાઉસિંગ હેઠળ ઘર ખરીદવા માટે લગભગલાખ રૂપિયાની સબસીડિ મળતી હતી. જેમા પ્રથમ વાર ઘર ખરીદનારને પીએમ આવાસ યોજના હેઠળ સબસીડિ મળતી હતી. આ સબસીડિ યોજના માર્ચ 2022માં બંધ થઇ ગઇ છે. લાંબા સમયથી પીએમ આવાસ યોજના હેઠળ 2.5 લાખ રૂપિયાની સબસીડી ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. બજેટ 2025માં આ સબસીડિ યોજના ફરી શરૂ કરવાથી ઘર ખરીદનારને ઘણો ફાયદો થશે.