Jamnagar Update: છાત્રો એસટી બસના મુસાફરી પાસ માટે ઉભા

0
19

જામનગર: દિવાળી વેકેશન બાદ ફરી શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. ત્યારે જામનગરના અનેક શાળા અને કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી આવી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ગામડામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ એસટી બસ મારફતે જામનગર આવતા હોય છે. જે કાયમી મુસાફરી માટેનો પાસ કઢાવતા હોય છે. આથી જામનગરમાં બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

એસટી બસમાં કાયમી આવાગમન માટે વિદ્યાર્થીઓ બસના પાસ કઢાવવા માટે હાલ લાંબી લાઈનો લાગી રહી છે. શાળા કોલેજ ખૂલતાની સાથેની હાલ દરરોજ 200થી વધુ પાસ કઢાવવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. દિવાળી અગાઉ 70 પાસ નીકળતા હતા તેના સ્થાને હવે 200 પાસ નીકળી રહ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓના ઘસારાને ધ્યાનમાં લઈ બે સિફ્ટમાં પાસ બારી શરૂ કરવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી પાસ નીકળશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ પાસ કઢાવી શકશે. આ ઉપરાંત વિક્ટોરિયા પુલ ખાતે પણ ડેપોમાં પાસ કાઢી આપવામાં આવે છે.

News18

જામનગરમાં અનેક શાળા કોલેજ આવેલી હોવાથી જામનગરના જિલ્લાના મોટાભાગના વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરી અભ્યાસ સાથે આવતા હોય છે. હવે શાળામાં દિવાળી વેકેશન બાદ ફરીથી અભ્યાસને શ્રી ગણેશ થયા છે ત્યારે વિદ્યાર્થીઓ આવાગમન માટે મુસાફરી પાસ કઢાવતા હોય છે. પરિણામે જામનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ પણ વાંચો:
આ શહેરમાં ઈમાનદારીની દુકાન, લોકો આવી રીતે જરૂરિયાતમંદને થઈ રહ્યા છે ઉપયોગી

વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. ખાસ વાત એવી છે કે એસટી બસ સ્ટેન્ડમાં એક જ વિન્ડોમાં પાસ નીકળતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આથી વિદ્યાર્થીઓ શિક્ષણનો સમય બગાડીને પાસ કઢાવવા લાઈનમાં ઊભા રહેતા હોય તેવા દૃશ્યો સર્જાઈ છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here