ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, Gujarat winter Weather update

0
35

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વ તરફથી ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં કોલ્ડ વેવની લહેર પ્રસરી રહી છે. ગુજરાતમાં બર્ફિલા પવનો ફુંકાવાના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. કાતિલ ઠંડીના પગલે જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 12 ડિગ્રીની આસપાસ ઠંડી નોંધાઈ હતી. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં અત્યારે 6 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન વધ્યું, પણ ઠંડી યથાવત

ગુજરાતમાં ગોત્રા થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું હતું. અમદાવાદ શહેરમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ શહેરમાં કાતિલ ઠંડી હજી પણ યથાવત રહી છે. ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદારમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં વહેલી સવાર ધુમ્મસની ચાદર છવાયેલી રહે છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 29.1 14.5
ડીસા 28.6 10.6
ગાંધીનગર 28.5 11.5
વિદ્યાનગર 27.5 15.2
વડોદરા 29.6 15.8
સુરત 31.6 17.8
વલસાડ
દમણ 30.0 20.2
ભૂજ 29.2 10.2
નલિયા 29.2 6.0
કંડલા પોર્ટ 28.8 13.0
કંડલા એરપોર્ટ 28.0 8.8
અમરેલી 30.4 14.0
ભાવનગર 28.9 15.4
દ્વારકા 28.7 16.3
ઓખા 27.0 19.0
પોરબંદર 29.8 13.2
રાજકોટ 32.3 11.4
વેરાવળ 31.0 18.0
દીવ 29.5 15.4
સુરેન્દ્રનગર 30.3 12.8
મહુવા 31.0 15.1
કેશોદ 29.0 11.7

આ પણ વાંચોઃ- જાણો કેવી રીતે કાઇટ સ્ટ્રિંગ ગાર્ડ બાઇકર્સને જીવલેણ દોરાની ઇજાઓથી બચાવી શકે છે?

આગામી દિવસોમાં પણ હજી પડશે કડકડતી ઠંડી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારના દિવસોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના રાજ્યો ઉપર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનો પુરો થઈ ગયો છે ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ સારીએવી ઠંડી પડે છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગ સેવી રહ્યું છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here