Every child is special: 17 વર્ષના દિવ્યાંગ બાળકે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિએ આપ્યો બાળ પુરસ્કાર

HomeAhmedabadEvery child is special: 17 વર્ષના દિવ્યાંગ બાળકે ગુજરાતનું નામ કર્યું રોશન,...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

માણસાના બદપુરામાં બે બોરકુવા પરથી 26 મીટર કેબલ ચોરાયો

છેલ્લા કેટલાક સમયથી કેબલચોરીનું પ્રમાણ વધ્યુમાણસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સીમચોરીનું પ્રમાણ વધ્યુ ખેતરના બોરકુવા પર અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા માણસા પંથકમાં...

અમદાવાદ: શહેરના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતના દિવ્યાંગ બાળ ઓમ જિજ્ઞેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવ્યાંગ બાળ ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતાં ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેને અભિનંદન પણ પાઠવ્યા છે.

આ પણ વાંચો:
ગુજરાતીઓ ખાવામાં ક્યાંય પાછા ન પડે, મફતના પિત્ઝા ખાવા લાઈનો લગાવી, જોઈને નોટબંધીનો સમય યાદ આવ્યો

ઓમ વ્યાસ થોડા સમય પહેલાં જ પોતાના માતા-પિતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળવા આવ્યો હતો. એ વેળાએ પણ મુખ્યમંત્રીશ્રી તેની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા અને ઓમ જેવા દિવ્યાંગ બાળકો અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણા રૂપ બનશે તેમ જણાવ્યું હતું.

News18

ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો, તે લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 200 જેટલા શ્લોકો કંઠસ્થ છે. આશ્ચર્યની વાત એ છે કે, ઓમ માત્ર ભક્તિનાં ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે, તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આધ્યાત્મિક ક્ષેત્રે તેની અભિરુચિ વધતી જાય છે.

ઓમને આ ઉપરાંત હનુમાન ચાલીસા, શિવમહિમ્ન સ્ત્રોત, શિવમાનસ પૂજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા, સાંઈ ભવાનીના શ્લોકો અને ‘‘મારી હુંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી’’ વગેરે જેવાં ભજનો કંઠસ્થ છે. અને નવાઈની વાત એ છે કે, આ બધું ઓમ વ્યાસે માત્ર સાંભળી સાંભળીને કંઠસ્થ કર્યું છે.

આ પણ વાંચો:
ગુજરાતના 2025-26ના બજેટને લઈ મોટા સમાચાર, આગામી 13 કે 14 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરે તેવી સંભાવના

ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે. અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટથી તેનું સન્માન કરવામાં આવ્યું છે. ઓમની આવી ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ જેવી અલગ અલગ 18 રેકોર્ડ બુક્સમાં નામ પણ નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ ઓમ વ્યાસને વર્ષ 2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ એનાયત કરાયો હતો અને તે સમયે પીએમ મોદીએ પણ તેની પ્રશંસા પણ કરી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon