01
જૂનાગઢ: તારીખ 15 ઓગસ્ટ 1947ના (15th August 1947) રોજ આખો ભારત દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ જેવા રજવાડાઓએ ભારત સંઘ સાથે ન જોડાવાનો નિર્ણય લેતા દેશ માટે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે જોડાયેલું ન હતું. આખરે તા. 9 નવેમ્બર, 1947 ના રોજ જૂનાગઢને આઝાદ કરવામાં આવ્યું હતું.