05
સૈરાટ જાતના કપાસની ખાસિયતની વાત કરીએ તો તેમાં વધુ ઉપજની સંભાવના રહે છે. તેમાં સતત ફળ આવે, ભરપુર જીંડવા બેસે, સરળ વીણી શકાય છે. મંગલેશ્વર ગામની સીમમાં નીલગાય, સુવરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે. નીલગાય, સુવર ઉભા પાકને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂત થાળીનો વપરાશ કરે છે. થાળીને થાંભલા સાથે અમુક અંતરે બાંધી દેવાથી નીલગાય કે સુવર ખેતરમાં આવતા નથી અને પાકને નુકસાનીથી બચાવી શકાય છે.