મહેમદાવાદની દૂધ મંડળીમાં બોનસ ચુકવણીના મુદ્દે સભાસદોની ફરિયાદ

HomeMahudhaમહેમદાવાદની દૂધ મંડળીમાં બોનસ ચુકવણીના મુદ્દે સભાસદોની ફરિયાદ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar: સલમાન સહિતના સ્ટાર્સનો જામનગરમાં જમાવડો

જામનગર સ્થિત રિલાયન્સના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના 93માં જન્મ દિવસ અને રીફાઈનરીને 25 વર્ષ પુર્ણ થતાં હોવાથી યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં જામનગર એરપોર્ટ ખાતે બોલીવુડ સ્ટારનું...

  • પૂર્વ પ્રમુખ સહિત 150 સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી
  • ભેંસ અને ગાયનું એક સરખું બોનસ આપવાનું નક્કી કર્યું

મહેમદાવાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ખાતે તા. 30/06/2022 ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સભાસદોએ ગાયો અને ભેંસો ના દૂધમાં વાર્ષિક બોનસ માટે 5 % ટકાનો તફાવત રાખવાની અરજી કરી હતી. ગત સામાન્ય સભામાં કામ નંબર – 9 સામાન્ય સભામાં ગાયો-ભેંસોનું બોનસ અલગ કરવા માટે અરજીની ચર્ચા કરવા બાબત વંચાણે લેવાઈ હતી.કામ નંબર – 9 ની ઉપરોક્ત અરજી વંચાણે લઈને ઠરાવ કરવામાં આવેલ હતો કે મંડળીમાં આવેલ અરજી સભા સમક્ષ વાંચી સંભળાવવા ગાય ભેંસનું બોનસ અલગ કરવા માટે સભાસદોની માંગણી વર્ષ 2021/22 ના વર્ષ માટે માગ કરી હતી. જે સભા સામે વંચાણે લેતાં સભામાં બહુમતીથી ગાયભેંસના બોનસમાં તફવત કરવા મંજૂરી આપી. તે ભેંસ કરતાં ગાયનાં બોનસમાં 5 % ટકા તફવત માટે (ટકાવારીમાં ઘટાડો) કરવા સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરાયો હતો. વર્ષ 2021/22 માં ભેંસનું બોનસ કરતાં ગાયનું બોનસ 5 % ટકા ઓછું આપવા માટે સભામાં બહુમતીથી સભાસદોએ સમર્થન આપ્યું હતું. જેથી ઠરાવ પસાર કરાયો હતો. ત્યારબાદ નવી બોડી ચુંટાઈ આવતા નવી બોડીનાં પ્રમખ, ચેરમેન, સેક્રેટરી દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે ઉપરોક્ત ઠરાવને માન્ય નહીં રાખીને કોઈ પણ પ્રકારની ઠરાવ નંબર – 9 બાબતે કાર્યવાહી કર્યાં વગર ભેંસ અને ગાયનું એક સરખું બોનસ આપવાનું નક્કી કર્યું છે જેને લઈને પુર્વ પ્રમુખ સાથે અન્ય 150 થી વધુ સભાસદો દ્વારા વિરોધ કરીને, જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફ્રિયાદ કરી હતી. જેમાં જણાવાયું છે કે મહેમદાવાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ગાયોવાળાને ફાયદો થાય તેવાં પ્રયાસો કરાય છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon