જામજોધપુર ના વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પસંદગીના યુવક સાથે પરિવારે સગાઈની ના પાડતાં ઝેર પી લઈ આપઘાત | a girl living in wadi area of ​​jamjodhpur committed suicide by drinking poison

HomeJamnagarજામજોધપુર ના વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પસંદગીના યુવક સાથે પરિવારે સગાઈની...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પરિવારજનોએ પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક કળસીધાર વાડી વિસ્તારમાં રહેતી મિતલબેન રમેશભાઈ મકવાણા નામની ૧૮ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતક ના પિતા રમેશભાઈ નાથાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન પોતાના પસંદગીના પાત્ર સાથે સગપણ કરવું હતું, પરંતુ પરિવારજનોએ ત્યાં સગાઈ કરવા માટેની ના પાડતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ઝેર પી લઇ મોતની સોડ તાણી હતી. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon