- અંકલેશ્વરમાં ભાજપના કાર્યકરોનો વિરોધ
- ગામમાં પ્રચાર કરવા ગયેલા કાર્યકરોને પાછા કાઢ્યા
- ટપલીદાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવાપુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ટપલીદાવ થયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,તો ભાજપના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ગામની બહાર કાઢી મૂકતા વિવાદ વકર્યો હતો.
ટપલીદાવ થયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં હાલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના નવાપુનગામ ગામ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચાર કરવા પહોચ્યા હતા, જ્યાં પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ટપલીદાવ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
વિડીયો થયો વાયરલ
પુનગામમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા પહોચેલા ભાજપના કાર્યકરોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડયો હતો. પુનગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ વિવિધ પડતર પ્રશ્ને ભાજપના કાર્યકરોને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં, ગામના મતદારો ભાજપના કાર્યકરોને ગામની બહાર મૂકી આવ્યા હતા, ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સીજે ચાવડાનો પ્રચાર કરતા અટકાવ્યા
વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન પાટીદાર યુવાનોએ સીજે ચાવડાના પ્રચાર કરી રહેલા આગેવાનોને અટકાવ્યા હતા. કાંઠા વિસ્તારમાં પ્રચાર માટે ભાજપના નેતાઓ પહોંચ્યાં હતા પરંતુ પાટીદાર યુવાનો અને આગેવાનોએ પ્રચારમાં આવેલી ટીમને અટકાવી દીધી હતી. આમ એક તરફ ક્ષત્રિય રાજપૂત સમાજના વિરોધ બાદ હવે વધુ એક વિરોધનો સામનો મહેસાણા જિલ્લામાં કર્યો હતો.