UKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના નવા નિયમ | work in uk visa financial requirements fees income proofs effective from january 2025

HomeNRI NEWSUKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

UK Visa Rules: બ્રિટનમાં ભણવાની યોજના બનાવી રહેલા લોકો માટે માઠા સમાચાર છે. બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદા વધારી દીધી છે. જાન્યુઆરી, 2025થી ભારતથી બ્રિટન અભ્યાસ તથા કામ અર્થે જતાં લોકોએ હવે તેમના એકાઉન્ટમાં 11 ટકા વધુ રકમ બચત સ્વરૂપે બતાવવી પડશે. 

બ્રિટિશ સરકારે આવાસ, અને અર્થવ્યવસ્થા પર ઇમિગ્રેશનની અસર ઘટાડવાના ઉદ્દેશ સાથે ફંડની મર્યાદા વધારવા નિર્ણય લીધો છે. કોવિડ મહામારી બાદ બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વર્ક વિઝા સરળ થતાં મોટી સંખ્યામાં ભારતીયોએ યુકે વર્ક વિઝા મેળવ્યા છે. જેથી ઇમિગ્રેશનના ધસારાની અર્થવ્યવસ્થા પર અસર ન થાય તે હેતુ સાથે નવી નીતિ ઘડવામાં આવી છે. જેમાં હવે વિઝા માટે બતાવવામાં આવતા ફંડની રકમ 11 ટકા વધારાઈ છે.

સ્ટુડન્ટ વિઝા માટે નવી શરતો

2 જાન્યુઆરી, 2025થી બ્રિટનમાં સ્ટુન્ટ વિઝા મેળવનાર વિદ્યાર્થીઓએ સાબિત કરવું પડશે કે, તેમની પાસે રહેવા-ખાવા અને વપરાશ માટે પર્યાપ્ત ફંડ છે. લંડનમાં અભ્યાસ માટે વિદ્યાર્થીએ એકાઉન્ટમાં દર મહિને 1483 પાઉન્ડ (રૂ. 1.5 લાખ) દર્શાવવા પડશે. લંડનની બહારના શહેરોમાં અભ્યાસ માટે 1136 પાઉન્ડ(રૂ. 1.2 લાખ)ના હિસાબે ફંડ દર્શાવવું પડશે. જેથી લંડનમાં એક વર્ષના માસ્ટર પ્રોગ્રામ માટે 9 મહિનાના ખર્ચ સમાન અર્થાત્ 13347 પાઉન્ડ (રૂ. 14 લાખ) અને લંડનની બહાર માસ્ટર પ્રોગ્રામ માટે 10224 પાઉન્ડ(રૂ. 11 લાખ)નું ફંડ દર્શાવવાનું રહેશે. વિઝા માટે અરજી કરતી વખતે આ ફંડ તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 28 દિવસ સુધી જમા હોવું જોઈએ.

આ પણ વાંચોઃ શેરબજારમાં રોકાણ કરવા મામલે અવ્વલ ગુજરાતમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં કોઈ વધારો નહીં

સ્કીલ વર્કર્સ માટે નવી શરતો

પ્રથમ વખત સ્કીલ્ડ વર્કર વિઝા માટે અરજી કરતાં લોકોએ 38700 પાઉન્ડ(રૂ. 41 લાખ)ની વાર્ષિક આવક દર્શાવવાની રહેશે. જેમાં રહેવા-ખાવા-પીવા અને ઘરનું ભાડું સામેલ છે. વધુમાં હોમ ઑફિસ પાસેથી માન્યતા પ્રાપ્ત યુકેની કંપની પાસેથી સ્પોન્સરશિપ લેટર પર રજૂ કરવાનો રહેશે. જો કોઈ કંપની સ્પોન્સર ન કરે તો વિઝા અરજી કરતાં પહેલાં આ રકમ 28 દિવસ સુધી ખાતામાં જમા બતાવવાની રહેશે.

વિઝા ઍપ્લિકેશન ફીમાં પણ વધારો

ટુરિસ્ટ, ફેમિલી, સ્પાઉસ, બાળક અને સ્ટુડન્ટ વિઝા સહિત અનેક પ્રકારના વિઝાની ઍપ્લિકેશન ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે, દિવ્યાંગ, સંભાળ લેનાર કેર ટેકર, હેલ્થ સર્વન્ટ, સેના સહિત અમુક ખાસ સ્કીલ ધરાવતા લોકોને તેમાં રાહત મળશે.


UKમાં ભણવા કે નોકરી કરવા જતાં ભારતીયોને ઝટકો! જાન્યુઆરીથી લાગુ થશે વિઝાના નવા નિયમ 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon