નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં સાણંદનાં ચેખલા ગામે એક ઈસમ શંકાસ્પદ જણાતા એન.આઈ.એ ની ટીમે કાર્યવાહી હાથ ધરી આ ઈસમની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.
બનાવની જાણ સાણંદ તેમજ આસપાસનાં વિસ્તારોમાં થતાં ચકચાર મચી જવા પામી હતી અને હવે સાણંદ જેવા વિસ્તારમાં પણ ત્રાસવાદી સંગઠનનો દ્વારા લોકોનાં બ્રેઈન વોશ કરનાર ઈસમ હોઈ શકે છે તેવી વાત ફેલાતા લોકો સતર્ક બન્યા હતા.બનાવની વિગત એવી છે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ તપાસ નો ધમધમાટ હાથ ધરેલ તેમા જાણવા મળેલ કે સાણંદ નજીકનાં મદરેસા માંથી કોઈ ઓનલાઈન પ્લેટફોર્મનાં માધ્યમથી જૈશ-એ-મોહમ્મદ નામનાં આતંકી સંગઠન સાથે જોડાઈ હોવાનું માલુમ પડતાં બુધવારે મોડી રાત્રે એન.આઈ.એ .દ્વારા જિલ્લા પોલીસને સાથે લઈને સાણંદ તાલુકાના ચેખલા ગામનાં મદરેસામાં ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં મુળ વિરમગામનાં વતની એવા આદિલ વેપારીની અટકાયત કરી હતી અને તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.આદિલ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દેશવિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટેડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ આ ઈસમની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા અટકાયત કરાઈ છે.
જો આ વ્યક્તિ દેશવિરોધી કૃત્યોમાં સામેલ હશે તો સાણંદ આસપાસ એવી કઈ પ્રવૃતિઓ ચલાવી રહ્યો હશે? આ વ્યક્તિ એ તેની સાથે બીજા કેટલા ઈસમોને સામેલ કર્યા હશે? અહીં આ લોકો એ દેશ વિરોધી એવું શુ શડયંત્ર રચ્યું હશે? આ બધાજ સવાલો હાલ સાણંદ આસપાસ નાં લોકોમાં ચર્ચાઈ રહ્યા છે પરંતુ સત્ય હકીકત તો તોની પુછપરછ અને તપાસમાં જ બહાર આવશે જે હાલ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા વાયુવેગે કરવામાં આવી રહી છે.