બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મોટી સંખ્યામાં આવતા ભક્તોને ભોજન માટે રાહ ન જોવી પડે તે માટે આધુનિક રોટલી મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીન એક કલાકમાં 10 હજાર રોટલી તૈયાર કરી શકે છે. ત્યારે આ મશીન કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ.
અંબાજી આવતા લાખો પદયાત્રિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં ઠેર ઠેર અન્નક્ષેત્ર ભોજન કક્ષ તૈયાર કરાયા છે. અહીં લાગેલા સેવા કેમ્પમાં આવતા ભક્તોને ભોજન સમયસર મળી રહે તે માટે એક આધુનિક રોટલી મશીન લગાવવામાં આવી છે. આ મશીન કલાકમાં જ એક લાખ જેટલી રોટલીઓ તૈયાર કરી નાખે છે.
અંબાજી ખાતે આવેલા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલતા નિઃશુલ્ક અન્નક્ષેત્રમાં ભક્તો માટે ખાસ પ્રકારનું રોટી મેકર મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન એક કલાકમાં જ 10 હજાર રોટલીઓ બનાવે છે.
આ મશીન દિવસમાં 1 લાખ 30 હજાર રોટલીઓ તૈયાર કરે છે. આ મશીન પર 13 લોકો કામ કરે છે. મશીનમાં લોટ નાખવાથી જાતે જ તે ગૂંથાઈ જાય છે. જે બાદ ફરમાન પ્રમાણે બે તબક્કામાં રોટલી તૈયાર થઈ જતા તેના પર ઘીનો છંટકાવ કરવામાં આવે છે.
આ ભાદરવી મહાકુંભ દરમિયાન અન્નક્ષેત્રમાં ભોજન પીરસવા ભક્તોનો મોટો ઘસારો રહેતો હોય છે. આ લાખોમાં ભક્તો સુધી ઓછા સમયમાં ભોજન પહોંચાડી શકાય તે હેતુસર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ થકી ભાદરવી મહાકુંભ મેળા દરમિયાન વધુમાં વધુ માઈ ભક્તો ઓછા સમયમાં ભોજન મેળવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર