નર્મદા: ગુજરાતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોની સુંદરતા ખીલીને સામે આવે છે. આવી જ એક જગ્યા છે નર્મદા જિલ્લામાં આવેલું માંડણ. માંડણ રાજપીપળા પાસે આવેલું છે. નર્મદા જિલ્લામાં આવેલા જંગલનો ચોમાસામાં અદભૂત નજારો જોવા મળે છે. માંડણનો આ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે અને નજારો માણે છે.