- નગરપાલિકાએ ખોદેલા ખાડામાં એક્ટિવા ચાલક ખાબક્યો
- પાલિકાએ ખાડા આસપાસ બેરિકેડ લગાવ્યા ન હતા
- અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકાની વધુ એક બેદરકારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ગુંદાળા પેટ્રોલ પંપ પાસે નગરપાલિકાએ ખોદેલા ખાડામાં એક્ટિવા સવાર 2 યુવાનો ખાબક્યા હતા. સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક્ટિવા પર સવાર 2 યુવાનો ખાડામાં ખાબકતાં સ્પષ્ટ દેખાય છે. પાલિકાએ ખાડા તો ખોદી કાઢ્યા પરંતુ આસપાસ બેરિકેડ ના લગાવતા લોકો અમસમાતનો ભોગ બની રહ્યા છે.