- સક્ષમ અધિકારીની મંજુરી વિના તોડી પાડી કાટમાળ સગેવગે થયો
- વહેલી તકે કૉમ્યુનિટી હોલનું કામ પૂર્ણ કરાવે એ તેવી માગ ઉઠી
- પુનિયાદ ગામે કૉમ્યુનિટી હૉલ બનાવવાનું કામ અટવાયું છે
શિનોર તાલુકાના પુનિયાદ ગામે ત્રણ વર્ષ પહેલાં ગામમાં કોમ્યુનિટી હૉલ બનાવવા માટે જૂનું ગાયકવાળી શાસનકાળ નું મકાન સક્ષમ અધિકારીની મંજુરી વિના તોડી પાડી કાટમાળ સગે વગે થઈ ગયેલ હોય અને હજુ પણ તે જગ્યા પર કોમ્યુનિટી હૉલ બનાવવાની કામગીરી પૂર્ણ ન થઈ હોય શંકા કુશંકા વ્યાપી છે.
શિનોર તાલુકા ના પુનિયાદ ગામે સને 2019 ડિસેમ્બર માં નવો કોમ્યુનિટી હોલ બનાવવા માટે, ગામની વચોવચ આવેલ સરકારી જૂનું ગાયકવાડી શાસનકાળ દરમિયાનનું એક નજરાણું સંગેમરમરના લાકડાનું મકાન તોડી પડાયું હતું. અને તેનો કાટમાળ પણ સગે વગે થઈ ગયો છે. જૂનું ગાયકવાડી મકાન તોડી પડાયા બાદ પણ આજે ત્રણ વર્ષ નો લાબો સમયગાળો થઈ ગયેલ છે તેમ છતાંય આજે એ જગ્યા પર કોમ્યુનિટી હૉલ બનાવવાનું કામ પૂરું થયું નથી. અને ગુણવત્તા જળવાઇ નથી. કોમ્યુનિટી હૉલ બનાવવા માટે ગામની વચો વચ આવેલ ગાયકવાડી શાસનકાળ દરમિયાન નું માત્ર એક નજરાણું તોડી નાખવા માટે પંચાયત નો વહીવટ કરનારા દ્વારા આ જૂન મકાન તોડી પાડવા માટે કોઈ સક્ષમ અધિકારીની મંજુરી લીધી છે કે કેમ ? આ મકાન નો કાટમાળ ક્યા સગે વગે થયો ? કોમ્યુનિટી હોલ નું ગુણવત્તા વાળું કામ થશે કે કેમ ? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તાલુકા પંચાયત ના એસ. ઓ., તાલુકા વિકાસ અધિકારી આ કામની ગુણવત્તા ની ચકાસણી કરી વહેલી તકે કોમ્યુનિટી હોલનું કામ પૂર્ણ કરાવે એ તેવી માંગ ઉઠેલ છે. તત્કાલીન તલાટી કમ મંત્રીને જૂનું ગાયકવાડી મકાન તોડી પાડવા માટે કોની મંજૂરી લીધી છે અને તેનો કાટમાળ ક્યા ગયો તે અંગે પૂછતાં તેણે જણાવેલ કે પંચાયત ના ચોપડે મંજુરી લીધાની કોઈ વિગત નથી.