આશિષ ત્રિવેદી (ભાવનગર)
- સમગ્ર ભાવનગરમાં મેઘરાજા મહેરબાન
- તળાજા ગઢડા સહીત જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ
- તળાજામાં સારા વરસાદથી જગતનો તાત ખુશ
ભાવનગર સહીત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. ત્યારે ભાવનગરના ગઢડામાં મેઘરાજાએ તોફાની શરૂઆત કરી હતી. તળાજામાં આજે બપોરે હળવી ધારે આકાશી કડાકા ભડાકા સાથે વરસાદનું મેઘાવી આગમન થયું હતું. સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. સતત પાંચેક દિવસથી દરરોજ બપોરના સમયે મેઘરાજ તળાજા પર હેત વરસાવી રહ્યા છે. જેને લઈ મૌલાતને ફાયદો થઈ રહ્યો છે.
થોડા દિવસ અગાઉ સાબેલાધાર વરસાદ પડતા ગામ બેટમા ફેરવાયુ હતુ લાખોનું નુકસાન થયુ હતુ. હજુ પણ દરેક મકાનો ભીંજાયેલા છે. હજુ પણ પાણી ગામોમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી. સામાન ગાદલા ગોદડા કપડા સહિત દરેક સામાન પલળી ગયેલ છે. થોડીવાર તડકો નિકળે તો લોકો અગાસી ઉપર સુકાવવા દોડે છે વળી વરસાદ ચાલુ થતા પરીવાર સામાન ચીજવસ્તુઓ ઉતારવા દોડધામ કરી રહ્યા છે. ત્યારે, આજે મંગળવારે બપોરે એક વાગ્યા થી નેવાધાર વરસાદ ચાલુ થતા રોડ પર નિચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા છે.
વિડીયોમાં જુઓ વરસાદની મહેર
ફરી વરસાદ ધોધમાર પડે અને પાણી ભરાય તો હવે કયા જશુ એવી લોકોમા દહેશત આજ એક કલાક થી નેવાધાર વરસાદ ચાલુ છે. વાહનચાલકો લપસીને પડયા ના અનેક અહેવાલ સામે આવ્યા છે. બોરડા પ્લોટ વિસ્તારનો માર્ગ પ્રસિધ્ધ યાત્રાધામ ભગૂડા જતો હોઈ અનેક યાત્રાળુઓ આજે મંગળવાર હોઈ દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્યારે, બોરડા પંથકમાં વરસાદ ચાલુ થતા યાત્રાળુઓ મુશ્કેલીઓમાં મુકાવાનો ભય સેવાઈ રહ્યો છે.
જુઓ વિડીયો
NDRFની ટીમ તૈયાર
ભાવનગર શહેરમાં આગામી ચાર દિવસ સુધી જોરદાર પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાથી એનડીઆરએફની ટીમ ભાવનગર ખાતે તૈનાત કરવામાં આવી છે. હાલમાં માજીરાજ વાડી ખાતે એનડીઆરએફની ટીમ ના સભ્યો રોકાયા છે.