- દાહોદમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઓછો વરસાદ
- ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઝાલોદના જળાશયો ભરાયા
- કાલી ટુ જળાશયમાં અધધધ 220.73 કયુસેક પાણીની આવક
ઝાલોદ તાલુકામાં આવેલ કાળી ટુ જળાશયમાં 220.73 ક્યુસેક પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે ડેમની આજુબાજુના 11 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
દાહોદ જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લા કરતા અત્યાર સુધીમાં વરસાદ ઓછો નોંધાયો છે અને જિલ્લામાં એક પણ ડેમ ઓવરફ્લો થયો ન હતો ત્યારે ઝાલોદ તાલુકામાં આવેલ કાલી ટુ જળાશય ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે 220.73 પાણીની આવક થતા કાલે ટુ ઓવરફ્લો થવાની તૈયારી હોય ડેમની આજુબાજુ ના 11 જેટલા ગામોને એલેટ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર એ પણ એલેટ કરવામાં આવેલા ગામોમાં સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લઈ રહી છે.