- મોટાભાગના વિસ્તારોમાં આવનાર સમયમાં પાણી નિયમિત મળી રહેશે
- જે પૈકી ફળિયા કનેકટીવીટીના કામો ટેસ્ટીંગ કમિશન હેઠળ
- તાલુકાના 12 ગામોને 22 વર્ષ પછી 7201 માણસોની વધુ વસ્તીને લાભ
વીરપુર તાલુકાના લોકોને પીવાનુ પાણી મળી રહે તે આશયથી 2001માં ખેરોલી જુથ પાણી પુરવઠાની યોજના અમલીકરણમાં આવી હતી.પુરવઠાની યોજના 22 વર્ષથી કાર્યરત છે જે તે સમયની વસ્તીના આધાર પર પાણી મળી રહે તેમ પુરવઠો આપવામાં આવી રહયો હતો.22 વર્ષ બાદ વસ્તીના ધેારણે પાણીની જરૂરિયાત વધતા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ફળિયા કનેકટીવીટી, અને સુધારણા યોજના હેઠળ નવીન ભુગર્ભ સંપ ઓવર હેડ પાણીની ટાંકી, નવી પાઇપ લાઇન, નવી યાંત્રિક મશીનરી માટે ફળિયા કનેકટીવીટી માટે રૂ. 1153.10 લાખ અને સુધારણા માટે રૂ. 6357.62 લાખના ખર્ચે વિરપુર તાલુકાની પ્રજા માટે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા અમલમાં મુકાયેલ યોજના હેઠળ તાલુકામાં ભુગર્ભ સંપ-76 અને ઓવર હેડ પાણીની ટાંકી- 05 મંજુર કરી કામ ચાલુ કરી છે. સમગ્ર યોજનાકીય કામો પુર્ણતાને આરે છે. જે પૈકી ફળિયા કનેકટીવીટીના કામો ટેસ્ટીંગ કમિશન હેઠળ છે. જૂથ યોજનાનો લાભ તાલુકાના 12 ગામોને 22 વર્ષ પછી 7201 માણસોની વધુ વસ્તીને લાભ શરૂ થયો છે. આ વર્ષના અંત સુધી સમગ્ર તાલુકાના અંતરિયાળ ગામો સુધી જરૂરિયાત મુજબનું પાણી પહોંચી જશે.