- ફોરેસ્ટ દ્વારા ખેતરમાં ઊભા પાકમાં જેસીબી ફેરવતા આક્રોશ
- પાક નુકશાનીના વળતરની માગણી ઉઠી
- લાખો રુપીયાના પાકને નુકશાન થયુ હતુ
વીરપુર તાલુકાના ચીખલી વસાહત ગામે આશરે 25 હેકટર જેટલી જમીનને લઇ ફોરેસ્ટ અને ખેડુતો વચ્ચે વિવાદ સર્જાયો છે.આ વિવાદીત જમીન પર ગામના ખેડુતો દવારા 35 વર્ષથી ખેતી કરતા હોવાનુ જણાવી રહયા છે. ત્યારે ગત રોજ ફોરેસ્ટ દવારા ઉભાપાક પર જંગલની હદ માટે જેસીબી ફેરવતા વિવાદ વકર્યો હતો.વીરપુર તાલુકાની હદે આવેલ ચીખલી વસાહત ગામે અંદાજીત 25 હેકટર જેટલી જમીનમાં ખેડુતો દવારા છેલ્લા 35 વર્ષથી ખેતી કરવામાં આવે છે તે રીતે ચાલુ વર્ષે પણ ખેડુતો દવારા રાયડો, દિવેલા, ઘઉ, વરીયાળી જેવા પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ ત્યારે ગત રોજ ફોરેસ્ટ દવારા જંગલની હદ માટે જેસીબી દવારા ઉભા પાકમાં ખોદકામ કરી નાખતા ખેડુતોના ટોળા ઉમટી પડયા હતા. ઉભા પાકમાં જેસીબીથી ખોદકામ કરાતા ખેડુતોનો તૈયાર થયેલા લાખો રુપીયાના પાકને નુકશાન થયુ હતુ. ફોરેસ્ટ અધિકારી દવારા જાણવા મળ્યુ હતુ કે જંગલની જમીનમા કેટલાય વર્ષોથી દબાણ હતુ અને ચીખલીજોજા ફોરેસ્ટર દવારા દરેકને નોટીસ આપવામાં આવેલ હતી જેમા અમુક ખેડુતો દવારા નોટીશ સ્વિકારવામાં આવી નથી. જ્યારે ખેડુતો દવારા કોઇપણ નોટીશ કે જાણ કર્યા વગર સીધા અમારા પાકને નુકશાન પહોચાડાયુ હોવાના આક્ષેપ સાથે ખેડુતો દવારા પાક નુકશાનીના વળતરની માગણી ઉઠી છે.