બે દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન સ્પેસ ઓન વ્હીલનું આયોજન કરાયું

HomeVirpurબે દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન સ્પેસ ઓન વ્હીલનું આયોજન કરાયું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • મહીસાગર જિલ્લાની શ્રી ખેરોલી કેળવણી મંડળ સંચાલિત શ્રી નૂતન હાઇસ્કૂલ ખેરોલી ખાતે
  • અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઈસરો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજન
  • ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, છેવાડાના અંતરિયાળ વિસ્તારના બાળકો અંતરિક્ષ વિજ્ઞાનથી પરિચીત થાય અને પોતાની પ્રતિભાને બહાર લાવી રાષ્ટ્ર વિકાસનો હિસ્સો બને તેવા ઉમદા હેતુસર મહીસાગર જિલ્લાની શ્રી ખેરોલી કેળવણી મંડળ સંચાલિત શ્રી નુતન હાઇસ્કુલ ખેરોલી ખાતે અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર ઈસરો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન સ્પેસ ઓન વ્હીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશકુમાર મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી, વરિષ્ઠ વૈજ્ઞાનિકો નરેશભાઈ ભટ્ટ, પરેશભાઈ સરવૈયા, ઈઆઈ સુનીલભાઈ પારગી, લાયઝન અધિકારી ઓમેગા પાંડવ, જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ અમરીશભાઈ પટેલ, મહામંત્રી દિગ્વિજયસિંહ સોલંકી, ટીપીઈઓ વિઠ્ઠલભાઈ પટેલ, એઈઆઈ પ્રગ્નેશકુમાર પટેલ, બીઆરસી નીરવભાઈ બારોટ, ખેરોલી કેળવણી મંડળ પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. મહીસાગર જિલ્લાના વરધરી ગામના ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સેવારત નૈમેષ પટેલે બાળકોને પોતાના ઉદાહરણથી પ્રોત્સાહિત કરી મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.ઈસરો ટીમના વૈજ્ઞાનિકોએ બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના બાળકોને સ્પેસ ઓન વ્હિલ્સ બસમાં લાવેલા અંતરિક્ષ સાધનોના નમૂના તેમજ ચન્દ્રયાન સહીત વિવિધ યાન વિશે સમજૂતી આપી બાળકોની જીજ્ઞાસાને સંતોષતી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતુ. પ્રત્યક્ષ પ્રયોગોથી વિજ્ઞાનના નિયમો સમજાવ્યા હતા. આચાર્ય એન આર પટેલ, મદદનીશ શિક્ષક નીતિન પટેલ સહીત સમગ્ર સ્ટાફ્ અને શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં સમગ્ર પ્રદર્શનનું સંચાલન સંભાળ્યું હતું. જિલ્લા શિક્ષનાઅધિકારીએ જિલ્લાની શાળાઓને આ પ્રદર્શન નિહાળવા અપીલ કરી હતી. મુખ્ય પાંચ વિભાગોમાં ઓડીટોરીયમ, એકઝીબિશન, સ્પેસ ઓન વ્હીલ્સ, રોકેટ એકસપેરીમેન્ટ, સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનનો લાભ લીધો હતો. અગાઉના દિવસે શાળા પરિવાર અને ઈસરો ટીમ દ્વારા ક્વીઝ કોમ્પીટીશન, ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું .



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon