- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- ડાંગ જીલ્લાના 13 ગામોમાં વરસાદી પાણી ભરાયા
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 5 દિવસો સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં કુદરતી સૌન્દર્ય સોળે કળાએ ખીલ્યું છે.
લો લેવલ કોઝવે અને માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે જેના લીધે જિલ્લાના મોટા ભાગના લો લેવલ કોઝવે અને માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત વહેતા પાણીને કારણે ભેખડો અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.
ડાંગ જિલ્લાના 13 ગામો વરસાદી પાણી ભરાયા
મળતી માહિતી પ્રમાણે ડાંગ જીલ્લામાં ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાના 13 ગામો વરસાદી પાણી ભરાતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણીને રસ્તા ઉપરથી હટાવા અને ધરાશાયી થયેલા વૃક્ષોને ખસેડીને વાહનવ્યવહાર માટે માર્ગ ખુલ્લ્લો કરવા માટે દંગ જિલ્લા વહીવટી તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી હતી.