- વનવિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરાયો
- સ્થાનિકો પણ આગ બુજાવવાના પ્રયાસમાં જોડાયા
- આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
વેરાવળના આદ્રી ફોરેસ્ટ રેન્જના જંગલમાં આજરોજ રાત્રીના સમયગાળા દરમિયાન આગ ભભૂકી ઉઠવાની દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવ અંગેની જાણ વન વિભાગને થતા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સહીત ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને તેને સમયસર બુઝાવવામાં સફળતા મળે તે માટે સ્થાનિક લોકોએ પણ વન વિભાગને આગ બુઝાવવામાં મદદ કરી હતી. જંગલમાં લાગેલી આ આગ પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.