- ગત દિવાળીથી આ દિવાળી સુધી 656 જેટલા મૃતકોના અગ્નિ સંસ્કાર થયા
- તમામ મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરાઇ
- સ્મશાન માટેનો સમાજમાંથી દુર કરવા માટે આ સંસ્થા દ્વારા એક સરાહનિય પ્રયાસ
વિસનગર અંતિમ વિસામો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા વિસનગર પટણી દરવાજા સ્થિત અંતિમ વિસામો સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે ગત દિવાળીથી આ દિવાળી સુધી 656 જેટલા મૃતકોના અગ્નિ સંસ્કાર થયા છે તમામ મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના તેમજ દેવાધીદેવ મહાદેવ શિવદર્શન સાથે શિવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ સ્મશાન ગૃહમાં રોશની અને આતશબાજી કરવા માં આવી હતી.
જેમાં સમગ્ર વિસનગર શહેર તેમજ આજુ બાજુના ગામો માંથી હજારો મહિલાઓ,યુવકો, બાળકોએ હાજરી આપી હતી. જેમાં ખાસ લોકોના મનમાં ઘર કરી ગયેલ સ્મશાન માટેનો ડર કાળીચૌદશની અંધ શ્રધ્ધાને સમાજમાંથી દુર કરવા માટે આ સંસ્થા દ્વારા એક સરાહનિય પ્રયાસ કરવામાં આવ્યો હતો મહિલાઓએ અંતિમ વિધિ માટેની ક્રિયાની જાણકારી મેળવી હતી જેમાં શહેરના અગ્રણીઓ, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ સહિત પુજા અર્ચન કરી શાંતિ પાર્થનામાં જોડાયા હતા
રૂષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, વિસનગર શહેરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ તેમજ સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહએ માત્ર સ્મશાન ગૃહ નથી પણ એક પર્યટક સ્થળ બની ગયુ છે. અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ કે પટેલના નેતૃત્વ હેઠળ સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક સ્મશાન ગૃહને ઉચ્ચ સ્થાને પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી છે.