- વિસનગર APMC ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
- આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
- યોજનાનું ઈ-લોકાર્પણ અને ખાત મુહર્ત કરવામાં આવ્યુ
વિસનગર APMC ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યના જિલ્લાઓમાં કુલ 1,31,454 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ-લોકાર્પણ અને ખાત મુહર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં નાયબ કલેકટર સહિત અધિકારીઓ, પદાઅધિકારીઓ સહિત મોટીસંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થતિમાં વિસનગર શહેરના પાલડી ત્રણ રસ્તા પર આવેલ APMC ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારના આવાસ યોજના હેઠળ બનેલા મકાનનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ આવાસોના લાભાર્થીઓને ચાવી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિસનગર તાલુકાના ગ્રામીણ વિસ્તાર 73 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંવાદ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર દેવાંગ રાઠોડ APMC ના ચેરમેન પ્રિતેશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ,
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન પટેલ, વિસનગર શહેર ભાજપ પ્રમુખ મનિષ પટેલ સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.