- વેરાવળથી 812 અને જૂનાગઢથી 532 યાત્રિકો અયોધ્યા જવા રવાના
- પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લઇ રહ્યા છે લાભ
- વેરાવળથી અયોધ્યા ટ્રેન કાયમી અથવા સાપ્તાહિક ચાલુ રાખવાની માંગ
અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે રામ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી અનેક રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા જઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના વેરાવળથી અયોધ્યા ધામ સુધી ચલાવવામાં આવનાર ‘આસ્થા વિશેષ ટ્રેન’ને લીલી ઝંડી અપાઈ છે.
આસ્થા સ્પેશય વેરાવળ સાલારપુર ટ્રેન
આસ્થા સ્પેશ્યલ વેરાવળ સાલારપુર(અયોધ્યા)ટ્રેનમાં વેરાવળથી 812 અને જૂનાગઢ થી 532 યાત્રિકો અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા હતાં. IRCTC દ્વારા આસ્થા વિશેષ ટ્રેન માટે ખાસ આયોજન કરાયું હતું. આ ટ્રેન કાયમી અથવા સાપ્તાહિક ચાલુ રાખવાની માંગ કરાઈ છે. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે જઈ રહ્યા છે. અયોધ્યાની કોઈ સીધી ટ્રેનના હોવાથી અમદાવાદ અથવા રાજકોટ થઈને જવું પડે છે.
વડાપ્રધાન મોદી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવ્યાં
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે બધા જ ભારતીયો વડાપ્રધાનનો આભાર માની રહ્યાં છે. આ રામ ભક્તો અને દેશની મોટી જીત છે. વડાપ્રધાન મોદીએ 500 વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત લાવ્યા છે. દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાની લાગણી વધી છે.
ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન મોદીના 11 દિવસના ‘અનુષ્ઠાન’ કર્યા હતાં. તેમજ વડાપ્રધાન મોદીએ ભગવાન રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે 11 દિવસ સુધી તપસ્યા કરી હતી. ડિસેમ્બરની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા પછી મંદિરના શહેર અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.