- પોરબંદર કચ્છ બાદ માફિયાઓએ નવો રૂટ શોધ્યો
- ગુજરાત ATSએ હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે
- રીસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે
વેરાવળના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. તેમજ રીસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નલિયા ગોદી કાંઠેથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું છે. તેમાં ગુજરાત ATSએ હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે.
પોરબંદર કચ્છ બાદ માફિયાઓએ નવો રૂટ શોધ્યો
પોરબંદર કચ્છ બાદ માફિયાઓએ નવો રૂટ શોધ્યો છે. પહેલી વાર સોમનાથ નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો જામનગર સલાયાના હોવાની શક્યતા છે. તેમજ ઝડપાયેલા ડ્રગ્સ મામલે 5થી વધુ એજન્સીઓ તપાસ કરી રહી છે. તેમાં બાતમીના આધારે SOGએ મધરાત્રે રેડ પાડી હતી. જેમાં નલિયા ગોદી વિસ્તારમાં બોટના માલિકે જ બાતમી આપી હતી. તેમાં રાજકોટથી ડિલિવરી લેવા માણસો વેરાવળ આવ્યા હતા.
વેરાવળ બંદરથી યુપી હેરોઇન મોકલવાનું હતું
વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઈન ઝડપાયું છે. તેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9ની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુજરાત ATSએ હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કરાયું હતું. જેમાં વેરાવળ બંદરથી યુપી હેરોઇન મોકલવાનું હતું. હેરોઇનના જથ્થા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.