- રમતોત્સવ અંતર્ગત રસ્સાખેંચ, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
- વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો
- ક્રિકેટની ટુર્નામેંટમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ ભાગ લીધો હતો
એમ.એન.કોલેજ, વિસનગરમાં યોગ, વ્યાયામ ધારા અંતર્ગત વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવેલ છે. વાર્ષિક રમતોત્સવમાં રસ્સા ખેચ અને એમ.સી.પી.એલ ક્રિકેટ ટુર્નામેંટ યોજવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ક્રિકેટની ટુર્નામેંટમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. જેમાં કુલ 16 ટીમ હતી. આ ટુર્નામેંટ એક અઠવાડિયા સુધી ચાલી હતી. જેમાં રોયલ ચેલેંજર વિસનગર (બી.એ સેમ-4) સામેની પાવર હીટર ટીમને હરાવી અને ચેમ્પિયન બની હતી. જેમાં પ્રથમ બેટિંગમાં 10 ઓવરમાં 108 રન બનાવ્યા હતા, તેમાં આયુષ 22 રન, કૌશિક 17 રન, નીરવ 13 રન અને સાગરના 12 રન હતા. ત્યારબાદ વિકાસ 3 વિકેટ, ઉવેશ, રોહિત અને જિનલએ એક એક વિકેટ લીધી. સામે જવાબમાં પાવર હિટર્ની ટીમ 87 રન પર ઓલ આઉટ થઈ હતી. જેમાં પાવર હિટર તરફથી વિકાસએ 28 રન અને ઉવેશના 15 રનનું યોગદાન હતું. જેમાં ધ્રુતિબેન 3 વિકેટ, આયુષ અને રાહુલે 2 વિકેટ લીધી હતી. એક અન્ય મેચમાં કેમેસ્ટ્રી થંડર ટીમની તરફથી ચૌધરી હિમાંશીબેનને 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ રસ્સા ખેંચમાં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં બજરંગ ડિફેન્ડર(બી.એસસી. સેમ-2)એ જય વાળીનાથ મહાદેવ (બી.એ. સેમ-6) ટીમને હરાવીને વિનર બની જ્યારે બહેનોમાં ગર્લ્સ થંડર (બી.એસસી. સેમ-2)એ ગર્લ્સ પાવર (બી.એ. સેમ.6) ટીમને હરાવીને ટ્રોફીની હકદાર બની હતી. કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક રત્નેશ પ્રસાદ, જીમખાના ચેરમેન મયુરસિંહ અડિયોલ અને આચાર્યએ બધા જ કોલેજના ખેલાડીઓનું પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.