ઉત્તર ગુજરાતમાં તહેવારોની રજાઓમાં પરીવાર અને બાળકો સાથે બે-ત્રણ દિવસની આનંદની પળોમાં બાળકો સાથે ખુલ્લા ઓક્સિજન પાર્કમાં હરોફરો અને તાજી હવાનો અહેસાસ થાય છે.
જ્યારે આજની ભાગદોડવાળી જિંદગીમાં યુવકોને શ્વાસ પણ ચોખ્ખો મોટા શહેરોમાં મળતો નથી ત્યારે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતીએ દેરોલની કોતરોમાં સૂરમ્ય તિરૂપતી ઋષિવન પાર્ક બનાવેલ છે. જેમાં 300 એકરમાં 10 લાખથી પણ વધુ વૃક્ષો વાવી તેને મોટા કરી જે પર્યાવરણનો ભાગ બન્યો છે. જેમાં શુધ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાતના નાના મોટા પરીવારો રજાઓમાં બહાર મોટા પ્રવાસ કરી ન જઈ શકતા હોય ત્યારે તિરૂપતી ઋષિવન પાર્કમાં પોલ્યુસનથી મુક્ત અને મનોરંજનથી શ્રેષ્ઠ જેમાં 51 જેટલી રાઈડર્સ છે. જે લોકો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ન જોઈ હોય તેવી ઋષિવન પાર્કમાં બનાવવામાં આવ્યો છે. જેમાં પરીવારો ઘરોથી નાસ્તો ખાવાની વસ્તુ લઈ આવાની છૂટ છે. તેમજ નજીવા દરે પ્રવેશ એન્ટ્રી છે. જે ગુજરાતના પરિવારો માટે પોસાય તેવા શ્રેષ્ઠ મનોરંજનથી ભરેલા કુદરતી નેચરલમાં પાર્કની મુલાકાત લેવી તે પણ એક લાહવો છે. તેમાં સસ્તો વોટર પાર્ક છે અને વિસનગર પાસે તિરૂપતી નેચરલ પાર્ક પણ મધ્યમ વર્ગ માટે ઘર બેઠા ગંગા જેવો છે.