- નવસારી જિલ્લામાં 4 પીઆઈ અને પાંચ પીએસઆઈની બદલી
- વીજળી વિભાગના કર્મચારીનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો
- અધ્યક્ષસ્થાને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું
પારડી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર પ્રાચી દોશીની આમોદ ખાતે બદલીના ઓર્ડરને ખાસો સમય થયા બાદ આખરે શનિવારે તેમને વિદાય અપાઈ હતી. આ સાથે પાલિકાના વીજળી વિભાગના કર્મચારીનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો.
પારડી નગરપાલિકાના સભાખંડમાં શનિવારે પાલિકાના વહીવટદાર એવા પારડી મામલતદાર આર.આર. ચૌધરીના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ્ ઓફ્સિર પ્રાચી દોશીની આમોદ ખાતે બદલી થતાં તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે તેમના સ્થાને વ્યારાના નિવૃત્ત મામલતદાર બી.બી. ભાવસાર સોમવારથી પારડી પાલિકાના ચીફ્ ઓફ્સિર તરીકે ચાર્જ સંભાળશે. આ પ્રસંગે પાલિકાના વીજળી વિભાગમાં છેલ્લા 42 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી બાબુભાઈ હળપતિ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેઓને પુષ્પગુચ્છને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેઓનું નિવૃત્ત જીવન પરિવાર સાથે નિરોગી અને સુખ શાંતિમય નીવડે તેવી શુભકામના પાઠવાઈ હતી. આ પ્રસંગે સીઓ પ્રાચી દોશી, સિનિયર ક્લાર્ક રીટાબેન ગાયકવાડ, સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, વીજળી વિભાગના સુરેશ વજીર, સેનેટરી વિભાગના સુપરવાઈઝર પંકજ ગરણીયા, શૈલેષ પટેલ, મનીષ, નિવૃત્ત થયેલા કર્મચારી બાબુભાઈના પરિવાર, પાલિકાના સટાફ્-કર્મચારી વગેરે હાજર રહ્યા હતા.