ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીનો દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ધારાસભ્યને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ધરમપુર તાલુકાના સરપંચ મંડળના 45 ગામના સરપંચો અને તલાટી મંડળના સભ્યો TDO વિરુદ્ધ ફરિયાદ કરવા ધારાસભ્યના કાર્યાલય પર પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ધારાસભ્યના કાર્યાલય પર હાજર રહેલા ભાજપ યુવા મોરચાના ધરમપુર તાલુકા પ્રમુખ નિખિલ ભંડારીએ સરપંચો સાથે ગેરવર્તણૂક કરી હતી.
દાદાગીરી કરતા સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો હતો
તમને અહીં કોણે બોલાવ્યા છે. તેમજ દાદાગીરી કરતા સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો હતો. નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના ધરમપુરના TDO સંકલન ન કરતા હોવાનો આરોપ સાથે સરપંચો ધારાસભ્ય અરવિંદ પટેલની ઓફિસે પહોંચ્યા હતા. ધરમપુરના TDO કૃષ્ણપાલ મકવાણા સામે સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમામ સરપંચોમાં TDO સામે આક્રોશ જોવા મળ્યો છે.
MLAની ઓફિસ બહાર સરપંચોનો જમાવડો
ધરમપુર તાલુકાના 30થી વધુ ગામોના સરપંચ, ઉપસરપંચો એકઠા થઈ MLAની ઓફિસે પહોંચ્યા હતા. સરપંચો સાથે TDO સંકલન ન કરતા હોવાનો આરોપ સાથે MLA અરવિંદ પટેલની ઓફિસે વિરુદ્ધ રજુઆત કરવા પહોચ્યા હતાં.