નેપાળમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને તબાહી મચાવી છે. સોમવારે મૃત્યુઆંક વધીને લગભગ 200એ પહોંચી ગયો છે અને હજુ પણ 30 લોકો ગુમ છે. વરસાદના કારણે સર્જાયેલી આ તબાહીને કારણે નેપાળમાં ભારે હંગામો મચી ગયો છે. ત્યારે નેપાળના પૂરમાં ફસાયેલા પારડીના યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
પારડીના 10 યુવાનો સુરક્ષિત કરાયું રેસ્ક્યુ
વલસાડ જિલ્લાના પારડીના યુવાનો નેપાળ ફરવા જતા ફસાયા ગયા હતા. નેપાલના પૂરમાં ફસાયેલા પારડીના તમામ 10 યુવાનોનું સુરક્ષિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પારડીના યુવાનો નેપાળમાં ભારે વરસાદ અને પૂરને કારણે ફસાયા હતા. ત્યારે વલસાડના સાસંદ ધવલ પટેલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને દેશના ગૃહ મંત્રી અમિતશાહના પ્રયાસથી તમામ યુવાનોને હેમખેમ નેપા થી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે.પારડીના યુવાનોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવતા તમામ યુવાનોએ સરકારનો આભાર માન્યો હતો.
ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી
આ સંજોગોને ધ્યાનમાં રાખીને નેપાળમાં રહેલા ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતના નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વરસાદના કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં અનેક ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે. આ અંગે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક એડવાઈઝરી જાહેર કરીને લખ્યું છે કે જે લોકો ભારે વરસાદને કારણે પૂર અને લેન્ડ સ્લાઈડમાં ફસાયા છે તેઓ દેશમાં સુરક્ષિત પરત ફરવા માટે દૂતાવાસ દ્વારા આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરી શકે છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણ હેલ્પલાઈન નંબર પર +977-9851316807, +977-9851107021 અને +977-9749833292 સંપર્ક કરીને મદદ માગી શકાય છે. જો કોઈપણ પરિસ્થિતિમાં ફસાયેલા હોય તો ભારતીય નાગરિકો આ નંબરો પર સંપર્ક કરી શકે છે.
ભૂસ્ખલનને કારણે અનેક મુખ્ય રસ્તાઓ બ્લોક
નેપાળ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે સતત વરસાદ, પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાને કારણે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મુખ્ય રસ્તાઓ બ્લોક થવાને કારણે દેશના અનેક જિલ્લાઓમાં માલસામાનની ઉપલબ્ધતા ન મળવાને કારણે બજારમાં ભાવો પણ વધ્યા છે. ઘણા હાઈવે અને રસ્તાઓ ખોરવાઈ ગયા છે, સેંકડો મકાનો અને પુલો નાશ પામ્યા છે. જેના કારણે સેંકડો પરિવારોને હિજરત કરવાની ફરજ પડી છે.