વલસાડમાં નવરાત્રિ શરુ થતા જ ભેજાબાજો સક્રિય થયા છે.પહેલા જ નોરતે નકલી પાસ બનાવી ખેલૈયાઓને વેચી કરી કમાણી કરી છે આ ભેજાબાજાઓ,જોકે ખેલૈયાઓને નવરાત્રી આયોજકોએ નકલી પાસ સાથે ઝડપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો,સમગ્ર ઘટનામાં આયોજકો દ્રારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથધરી છે.
નકલી પાસનું કૌભાંડ ઝડપાયું
વલસાડના ગોકુલ ગ્રુપના સીઝન પાસનું ડુપ્લીકેસન કરી વલસાડના ભેજાબાજે ખેલૈયા ઓને 100 રૂપિયા ઓછા ભાવમા વેચી દીધા હતા જોકે એ પાસ લઇ ખેલૈયા ઓ નવરાત્રી રમવા જતા જ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.આયોજકો એ પાસ ચેક કરતા કોપી ડુપ્લીકેટ પાસ ખેલૈયા પાસે મળી આવતા આયોજકો પણ ચૌંકી ઉઠયા હતા જોકે આ બાબતે આયોજકોએ પોલીસને ફરિયાદ કરતા ખેલૈયાઓએ ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી પાસ લીધા હતા જેને આધારે નકલી પાસ બનાવનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આયોજકોએ ખેલૈયાઓ અને નવરાત્રિમા આવતા લોકોને આવા તત્વોથી બચવા અપીલ કરી હતી.
પોલીસ નોંધી શકે છે ગુનો
નકલી પાસને લઈ પોલીસ ગુનો નોંધી શકે છે.ભેજાબાજાઓએ 9 દિવસના અલગ-અલગ નકલી પાસો છાપી દીધા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે,ત્યારે કોણે આ પાસ બનાવ્યા છે તેને ઝડપવા માટે પોલીસે તપાસ હાથધરી છે,સમગ્ર વલસાડમાં પોલીસે નવરાત્રિ ગરબાના આયોજકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ માહિતી સામે આવે અથવા આવો કોઈ પણ વ્યકિત ઝડપાય તો પોલીસને જાણ કરવી.