વાપી GIDCમાં એર પોલિ્યૂશનના દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. વાપીમાં વહેલી સવારે GIDCમાં પોલિ્યૂશન ભર્યું વાતાવરણના કારણે 0 વિઝીબલિટીના દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
GPCB ઘોર નિદ્રામાં હોવાથી વાહન ચાલકો પરેશાન
વાપી GIDCમાં મોટાપાયે ઉદ્યોગો હોવાના કારણે એર પોલિયૂશનમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતાં પણ GPCB દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાપીમાં વહેલી સવારથી એર પોલિયૂશનના કારણે 0 વિઝીબલિટી હોવાથી વાહન ચાલકો પરેશાન થયા હતા. જાણે GPCB ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે.
વાપીમાં એર પોલિયૂશન વિકટ સમસ્યા
વાપીમાં એર પોલિયૂશન વિકટ સમસ્યા બની રહ્યી છે. એર પોલિયૂશનના કારણે શ્વાસની બીમારીઓને આમંત્રણ આપી શકે છે. પોલિયૂશન ઓકતી ફેક્ટરી- કારખાના અને ધુમાડો ઓકતા વાહનો હવાના વધતા પ્રદુષણ માટે જવાબદાર પરિબળ છે. પોલિયૂશન કારણે દમ, શ્વાસ અને ફેફસાના દર્દીઓની મુશ્કેલી વધી છે.