- ટ્રાફ્કિ પોલીસ દ્વારા લોકો પાસેથી નાણાં ઉઘરાવાતા હોવાનો આક્ષેપ
- દરેક વાહનોના મહિનાના હપતા ઉઘરાવી લેવામાં આવે છે
- મારા ધ્યાને આવશે તો ચોક્કસ પગલાં લઈશ : જિલ્લા ટ્રાફ્કિ વડા
ખેડા જીલ્લો, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી અને ગાંધીનગર એમ સાત જિલ્લાની સાથે હદ જોડાતી હોવાથી દરેક જિલ્લામાં જવા માટે લોકો શટલ વાહનોનો ઉપયોગ કરે છે. જેમાં અમદાવાદ તરફ્થી આવતા જતા વાહનો જે શટલમાં ફ્રે છે. તેવા વાહનોને માટે અલગ અલગ હપ્તા વાહન મુજબ નક્કી કરવામાં આવે છે. જેમાં દરેક વાહનોના હપ્તા મહિનાના ઉઘરાવી લેવાય છે. જેમાં ઇકો ગાડી ના હજાર રૂપિયા, રિક્ષાના હજાર રૂપિયા, ઓવરલોડ મોટા વાહનોના રૂ.1000, લક્ઝરી બસના રૂ.1,500 લેખે રાસ્તા ચેક પોસ્ટ ઉપર ઉઘરાવાય છે. કોઈ નાના વેપારી વેપાર માટે માલ જિલ્લામાં લઈને આવે તો તેની પાસે 300 થી 500 રૂપિયા પડાવી લેવામાં આવે છે. રૂપિયાના હોય તો તેની વેચાણની કોઈપણ વસ્તુ પડાવી લેવામાં આવે છે. આ સિવાય કઠલાલ નડિયાદના ઇકો ગાડીના 500, રિક્ષાના 300 માસિક ઉઘરાવાય છે. ખાત્રજ ટ્રાફ્કિ પોલીસો દ્વારા ખાત્રજ નડિયાદના ઇકો ગાડી-રિક્ષાના 1000-1000 લેવાય છે.
નડિયાદ રિંગ રોડ ઉપર 500 ટોકન વાહનો પાસેથી ઉઘરાવવામાં આવે છે. જેમાં ગણેશ ચોકડી, કમળા, પીપલગ અને ડીમાર્ટ પોઇન્ટ આપ્યા છે. જ્યાં રિક્ષાના રોજના રૂ.20 લેવાય છે. ઇકોના માસિક 500 ઉઘરાવાય છે. કઠલાલ, લાડવેલ, હલધરવાસ, ખલાલ ચેકપોસ્ટ ઉપર મહિને 2000 લેવાય છે. કઠલાલ વાયા પિઠઇ મહેમદાવાદ વાહનો પાસેથી 500, હજાર લેખે ઉઘરાવાય છે. હાલમાં જ રાસ્કા ચેકપોસ્ટ પર એક નાના વેપારીની પાસે સવારે રૂ.300 માગતા તેની પાસે સવારે માલ વેચાયો ન હોવાથી રૂપિયા ન હતા. જે વસ્તુ વેચવા જતો હતો. તેમાંથી એક પ્લાસ્ટિકની વસ્તુ માંગી લીધી. તે વસ્તુ ના આપે તો રિક્ષા જમા લેવાની વાત કરતા તે માણસે એક પ્લાસ્ટિકની ડોલ આપી દીધી હતી. ટ્રાફ્કિ પોલીસની સાથે સાથે અલગ અલગ ચેકપોસ્ટો ઉપર અને શહેરોમાં ટ્રાફ્કિ પોલીસ વાહનચાલકોને હેરાન કરતા હોવાની રાવ ઉઠી છે.
મારા ધ્યાને આવશે તો ચોક્કસ પગલાં લઈશ : જિલ્લા ટ્રાફ્કિ વડા
ખેડા જિલ્લા ટ્રાફ્કિ વડા એમ.એમ દેસાઈએ જણાવ્યું હતું કે અમે કોઈ રૂપિયા લેતા નથી જિલ્લામાં કોઈ મારા નામથી આવા ધંધા કરતા હોય તો મને ખબર નથી. પણ મારા ધ્યાનમાં આવશે તો હું ચોક્કસ પગલાં લઈશ. જિલ્લામાં ટ્રાફ્કિમાં ઇન્ટરસેપ્ટરવાન બોલેરો ગાડી હોય છે. તે પાયલોટિંગ બંદોબસ્તમાં હોય છે. અમે જિલ્લામાં હાઇવે ઉપર ધ્યાન રાખીએ છીએ.