- તેલની બ્રાન્ડ,મેન્યુફેક્ચરીંગ, ફૂડ કે FSSI માર્કા વિના પધરાવાતા વિવાદ
- કુલપતિના નાક નીચે જ તેલનો કાળો કારોબાર છતાં વાઇસ ચાન્સેલરનું અકળ મૌન તપાસનો વિષય
- કેમ્પસમાં મગફળી તેલનો કાળો કારોબાર ચાલતો હોવાની કેટલીક હકિક્તો બહાર આવી છે
આણંદ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનો છેલ્લા કેટલાક સમયથી કાર્યકાળ વિવાદોના વમળમા ફસાયો છે. કેટલાક નિર્ણયોને લઇને તેઓનુ પદ વગોવાયુ છે. ત્યારે તેઓના નાક નીચે જ યુનિ કેમ્પસમાં મગફળી તેલનો કાળો કારોબાર ચાલતો હોવાની કેટલીક હકિક્તો બહાર આવી છે. મગફળી તેલના પાંચ લીટરના કેરબા ઉપર કોઇપણ પ્રકારની ફુડ, એફએસએસઆઇ, મેન્યુફેકચરીંગની માહિતી વિના લોકોને પધરાવવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં ગ્રાહકને પાંચ લીટર કેરબાની સામે 15 કિલો મગફળી મિશ્રાણનું બિલ આપવામા આવી રહ્યુ હોઇ લોકોના આરોગ્ય સાથે ખુદ ખેડૂતોને શિક્ષણ પુરૂ પાડતી સંસ્થાના હોદ્દેદારની રહેમનજર હેઠળ ચાલી રહેલા કારોબારે વિવાદનો મધપુ.ડો છંછેડયો છે. કૃષિ યુનિવર્સિટીના અનુભવ સીડ વિભાગના સંશોધન કેન્દ્ર દ્વારા મગફળી તેમજ જુદા-જુદા તેલિબિયાની ગુણવત્તાનુ સંશોધન કરવામા આવે છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેલિબિયા, હાઇબ્રિડ જાતો વિકસાવીને ખ્ેડુતોને તેના વાવેતર માટે પ્રોત્સાહિત કરવા, વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામા આવે છે. પરંતુ ફરજ પરના નોડલ અધિકારીઓ દ્વારા સંશોધનને કોરાણે મુકી ફુડ વિભાગ, એફએસએસઆઇની પરવાનગી વિના સીધે-સીધુ મગફળી અને તેલિબિયાનુ ઘાણીમા તેલ કઢાવી સાદા 5 લીટરના કેરબામાં લોકોને પધરાવવામા આવી રહ્યુ છે. એટલું જ નહીં ગ્રાહકો બિલ માંગે તો તેલના સ્થાને મગફળી મિશ્રાણ 15 કિલો 1050 રૂપિયાનુ બિલ પણ થમાવી દેવામા આવે છે. રસોડામા વપરાતા શુદ્ધ સિંગતેલના સ્થાને અન્ય તેલિબિયા મિશ્રિાત કુકીંગ ઓઇલના વેચાણને લઇને તેની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. જો તેઓએ તેલ ઉત્પાદન કરી વેચાણ કરવુ હોય તો તેની જરૂરી પ્રક્રિયા વિભાગોની પરવાનગી પણ લેવી જરૂરી હોવા છતાં ફરજ પરના અધિકારી છેલ્લા એક વર્ષથી તેલનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે.