રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે વરસાદના કારણે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે નવસારી અમે વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.