- વિદ્યામંડળ-સીવીએમ યુનિ દ્વારા સ્પેશ એપ્લીકેશન સેન્ટર એસએસી-ઇસરોના
- ડાયરેક્ટર નિલેશ દેસાઇની ઉપસ્થિતિમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા
- સમજુતી કરાર-એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે
વલ્લભવિદ્યાનગર સ્થિત રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંકુલ ચારૂતર વિદ્યામંડળ-સીવીએમ યુનિ દ્વારા સ્પેશ એપ્લીકેશન સેન્ટર એસએસી-ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઇની ઉપસ્થિતિમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સાથે સમજુતી કરાર-એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
આ પ્રસંગે સીવીએમના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઇ પટેલની ઉપસ્થિતિમા ઇસરોના અધિકારીઓએ શિક્ષણ અને અવકાશ એજન્સી વચ્ચે નોધપાત્ર સહયોગને બિરદાવ્યો હતો. યુનિના છાત્રો માટે અવકાશ વિજ્ઞાનક્ષેત્રે શિક્ષણ-રીસર્ચના નવા દ્વાર ખુલ્યા છે.
ઇસરો-સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સ્પેશ એપ્લીકેશન સેન્ટર અને સીવીએમ યુનિવર્સટી વચ્ચેના આ ઐતિહાસિક કરારથી જીઓ-ઇન્ફોમેટીકસ, રિમોટ સેન્સિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, સ્પેસ ક્રાફટ થર્મલ સિસ્ટમ, એસ્ટ્રોબાયોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, રોબોટિક્સ તેમજ સાયબર ક્ષેત્રે મહત્વના સંશોધન અને નાવિન્યપુર્ણતા લાવવામાં મદદરૂપ સાબિત થશે.
નિલેશ દેસાઇએ જણાવ્યુ હતુ કે વ્યક્તિત્વ તથા પ્રતિભાનો વિકાસ કરવા વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સામાજીક પડકારો આધારિત સંશોધન માટે ઉપયોગી તકો ઉભી કરવા, વૈજ્ઞાનિક સંશોધન, પ્રગતિ અને નવીન તકનીકોને પ્રોત્સાહન આપવા માટે આવી ભાગીદારી આવશ્યક છે. સીવીએમ યુતિનના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઇ પટેલે એમઓયુ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ કે યુનિવર્સિટી અવકાશક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
પ્રોવોસ્ટ ડૉ. હિમાંસુ સોનીએ સમજુતી કરાર અને એ યુનિની સફરમા એક આવશ્યક સિદ્ધિ તરીકે સાબિત થશે જે તેની કામગીરીના વિવિધ પાસાઓ પર દુરગામી અસરો કરશે.