- બિલ વગરની 1.56 કરોડની કિંમતની સોપારી ઝડપાઇ
- સાયબર ક્રાઇમ વિભાગની આદિનાથ ગોડાઉનમાં કાર્યવાહી
- સોપારીની ખરીદીના આધાર પુરાવા રજૂ ન કરતા શખ્સની ધરપકડ
કચ્છના મુન્દ્રામાંથી બિલ વગરની સોપારીનો મોટો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાયબર ક્રાઈમ વિભાગે બિલ વગરની 1.56 કરોડની કિંમતની લગભગ 1300 બોરી સોપારી ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર સાયબર ક્રાઇમ વિભાગે આદિનાથ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. જે દરમિયાન આદિનાથ ગોડાઉનમાંથી લગભગ 1300 બોરી સોપારી મળી આવી હતી. પરંતુ આ સોપારીની ખરીદી અંગેના આધાર પુરાવા રજૂ ન કરતા તપાસ કર્મીઓ દ્વારા સ્થળ પર હાજર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સનું નામ અમિત કટારીયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાથે જ પોલીસે 30 લાખના 3 ટ્રેઇલર પણ કબજે કર્યા છે. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.