- રઘુ શર્મા, જગદીશ ઠાકોર સહિતના ધારાસભ્યો કાર્યક્રમમાં હાજર હતા
- કાર્યકરો ઉભા થઈને સભામંડપમાંથી બહાર જવા લાગતા નેતાઓની ફતેજી થઈ
- સભામાં મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આજે કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન યાત્રામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોહચ્યા હતા. પરંતુ થરાદમાં સભા દરમિયાન મંચ ઉપર અશોક ગેહલોતે પોતાનું ભાષણ શરુ કર્તાની સાથે જ સભામાં હાજર રહેલા લોકોએ સભા મંડપમાંથી બહાર ભણી ચાલતી પકડી હતી. જેથી સભામાં હાજર કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓની મોટી ફજેતી થઇ હતી.
આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગેહલોતની સભામાં મોટા ભાગની ખુરસીઓ ખાલી થયેલી જોવા મળી હતી. આ ઉપરાંત ચાલુ સભાંમાથી લોકોએ ચાલતી પકડતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બહાર જતા લોકોને પકડી પકડીને બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો.