- થરાદ સરકારી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીના ધામા
- ડો. દિનેશ ચૌધરી કર્મચારીઓને નોકરી પરથી કાઢવાની ધમકી આપતાઃ સુપરિટેન્ડેન્ટ
- પગ નીચે રેલો આવવાના ડરથી રાજીનામું આપી તબીબ હોસ્પિટલ છોડી ભાગી ગયા
થરાદ સરકારી હોસ્પિટલમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ અચાનક ધામા નાખ્યા હતા અને હોસ્પિટલ માં નોકરી કરતા વર્ગ ચાર ના કર્મચારીઓએ અગાઉ જે ડોક્ટર દિનેશ ચૌધરી વિરુદ્ધમાં ગેરવર્તણૂંકની લેખિત રજૂઆત કરી હતી તેની તપાસ અર્થે જિલ્લા આરોગ્ય અધિકારી આવ્યા હતા અને તે તપાસમાં તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલમાં નોકરી કરતા વર્ગ ચારના કર્મચારીઓએ ડોક્ટર દિનેશ ચૌધરી વિરુદ્ધમાં નિવેદમાં આપ્યું હતું અને તેમને દિનેશ ચૌધરી દ્વારા વર્ગ ચારના કર્મચારીઓ સાથે જાતિવાદ, અપમાનજનક શબ્દો વાપરી અને દરેક કર્મચારીને ડરાવતા હતા નોકરીમાંથી કાઢી મૂકવાની બીક વાવડતા હતા અને આને લઈ ને જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી હતી અને જે તપાસ માં થરાદ રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર નો કરાર પુણૅ થયો હોવા છતાં બે વષૅથી ફરજ બજાવતા હતા જોકે તપાસ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફશ કરવામાં આવ્યો હતો થરાદ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જનરલ સર્જન ડોક્ટર દિનેશ ચૌધરી છ મહિનાના કરાર ઉપર ફરજ બજાવતા હતા જોકે બે વર્ષ જેટલો સમય વિતવા છતાં કોઇ પણ પ્રકારનું રીન્યુ કરવામાં આવેલ નહોતું ઉપરાંત થરાદ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ્ સાથે ગેરવર્તણૂક તેમજ અભદ્ર ભાષાનું વર્તનની અનેક ફ્રિયાદો કરવામાં આવી હતી જોકે આજે તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવતા સમગ્ર ભાડો ફૂટી ગયો હતો તેમજ રેફરલમાં ફરજ બજાવતા ભેમાભાઈ સહિત કલાસ-4ના કર્મચારીઓ દ્વારા ખરાબ વર્તણૂંક બાબત લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.
તું કાળી છે, ભીખમંગી છે, હોસ્પિ.માં ખરાબ ધંધા કરે છે નોકરીમાંથી કાઢી નાખીશઃ આયાના આક્ષેપ
થરાદ સરકારી હોસ્પિટલમાં આયા બેન તરીકે નોકરી કરતા જસીબેન માજીરાણાએ જણાવ્યું હતું કે, દિનેશ ચૌધરી ડોક્ટર જે મને વારંવાર ત્રણથી ચાર વખત રીતે મારી જોડે ગેરવર્તન રીતે અભદ્ર ભાષા બોલી અને મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેઓ મને વારંવાર તું ભીખમંગી છે ,તું કાળી છે અને હોસ્પિટલમાં ખરાબ ધંધા કરે છે હું તને નોકરી માંથી કાઢી મુકીશ તેવી મને ધમકી આપતા હતા અને મ આ ડોક્ટરે જાતિવાદ અપનાવી મારા જોડે અપમાન કર્યું છે પણ મેં બધું મારી નોકરી માટે બધું સહન કરતી હતી.
પગ નીચે રેલો આવવાના ડરથી રાજીનામું આપી તબીબ હોસ્પિટલ છોડી ભાગી ગયા
થરાદ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર હરીશ એ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં જ્યારે હું હાજર થયો ત્યારે મેં ડોક્ટર એમ એસ સર્જન દિનેશ ચૌધરીની ફઈલ જોઈ જેમાં તેમનો 6 મહિનાનો જ નોકરીનો કરાર હતો અને પોતે બે વર્ષથી નોકરી ઉપર કાર્યરત હતા આથી મેં આગળ તપાસ હાથ ધરી તો તેમાં જાણવા મળ્યું કે બાકીના દોઢ વર્ષનો તેમને પગાર પણ ચૂકવવામાં આવ્યો છે તેમના પગાર બિલો કઈ રીતે બનાવ્યા તેની તપાસ અર્થ બારે આવશે તેમજ દિનેશ ચૌધરીને પગ નીચે રેલો આવવાની ભણંક લાગતા તેમને રાજીનામું આપીને છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલ છોડી દીધી છે.