થરાદ એસડીએમની ચેતવણી ! કાયદો કોઈનો ગુલામ નથી

HomeTharadથરાદ એસડીએમની ચેતવણી ! કાયદો કોઈનો ગુલામ નથી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • આવતી મુદતે કોન્ટ્રાક્ટર ગેરહાજર રહેશે તો જેલમાં મૂકી દઈશ
  • રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો ઉપર કોના હાથ !
  • અધિકારીઓને પણ જવાબ આપતા નથી

થરાદ ખાતે લગભગ 30 કરોડના ખર્ચ દુધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી રોડ બનાવવાનું કામ છેલ્લા ત્રણ મહિનાથી કામ બિલકુલ કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધું છે. તેથી રોડમાં વચ્ચે જ્યા ત્યાં ખાડાઓ કપચીના ઢગલા પડવાથી અને ખુલ્લા નાળા હોવાથી લોકો પરેશાન થઈ ઊઠયા છે.

થરાદના જાગૃત નાગરિક હિંમતલાલ દવે દ્વારા રોડના લગતા વળગતા 9 વિભાગો ઉપર 133 મુજબ ક્રિમિનલ દાખલ કરેલી છે. જેમાં થરાદ એસડીએમ કે.એસ.ડાભી દ્વારા ત્રણ મુદતો પાડી ચૂક્યા છે. અધિકારી અહેવાલ રજૂ કરતા નથી અને એક પણ મુદતે કોન્ટ્રાક્ટર હાજર રહ્યો નથી.જેથી 31 ઓગસ્ટની મુદતમાં થરાદ એસડીએમ કે.એસ.ડાભીની કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં રોડના અધિકારીઓનો કોઈ જવાબ પ્રોફઇલ જોવા મળ્યો નથી થરાદ પ્રાંત કે.એસ.ડાભીએ કોન્ટ્રાક્ટર ગેરહાજર રહેતા રોડના અધિકારીઓને ધધડાવ્યા હતા અને આવતી મુદ્દતે જો કોન્ટ્રાક્ટર ગેરહાજર રહે છે તો તેને જેલમાં મોકલી દઈશ.

ખુલ્લા નાળામાં કોઈ વિદ્યાર્થી પડશે તો જવાબદારી કોની ?

અરજદાર વણાજી રાજપુતે એસડીએમને રજૂઆત કરી હતી કે આ રોડનું કામ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં છે અને મા હોસ્પિટલની આગળના ભાગમાં નાળું ખૂલ્લું પડયું છે અને કાદવ ભરાયેલું છે અને એમાં વિદ્યાર્થીઓની અવરજવર વધારે છે તો એમાં કોઈ વિદ્યાર્થી પડશે અને કોઈ અણબનાવો બનશે તો તે જવાબદારી કોની રહેશે.

દિલ્હીથી મંજૂરી આવશે પછી જ કામ ચાલુ થશે !

રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર હર્ષદભાઈએ જણાવ્યું હતું કે અત્યારે જે છેલ્લા બે મહિનાથી કામ બંધ છે તેનું કારણ વહીવટી મંજૂરી દિલ્હીથી આવી નથી એટલે કામ બંધ છે જેમાં વરસાદી પાણીના નાળા, પીવાના પાણીની પાઈપ, ગટરલાઈન અને મુખ્ય પાણીની પાઈપની મંજૂરી આવી નથી મંજૂરી મુકયા ને એક વર્ષ થયું છે, મંજૂરી નહીં આવે ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon