- ગોંડલમાં અમિત ખુંટ નામના યુવકને માર મારવાનો કેસ
- અનિરુદ્વસિંહ જાડેજાના પુત્ર સહીત છ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
- હથિયાર બતાવી મારી નાખની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી
રાજકોટના ગોંડલ તાલુકામાં મારા મારી કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહિત ત્રણ લોકોની આગોતરા જામીનની અરજી ગોંડલ કોર્ટે ફગાવી દીધી છે. અમિત ખુંટ નામના વ્યક્તિને માર મારવાના અને ધમકી આપવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ થોડા દિવસો પહેલા અમિત ખુંટ નામના વ્યક્તિને માર માર્યો હતો. આ સાથે જ હથિયાર બતાવી કોઈ પ્રકારની ધમકી પણ આપી હતી. જે બાદ પીડિત અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહીત કુલ 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી.
સત્યજીતસિંહ જાડેજા, ઉત્તમસિંહ જાડેજા અને ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જે ગોંડલ કોર્ટે આજરોજ ફગાવી દીધી હતી. આથી હથિયાર બતાવીને ધમકી આપવાના ગુનામાં પોલીસ દ્વારા અનિરુદ્વસિંહ જાડેજાના પુત્રની ધરપકડ કરવામાં આવી શકે છે.