- વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી
- એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9.00 કલાકે યોજવાનો છે
- યોજાવનાર પર્વ માં પોલીસ સલામી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
પંચમહાલ જિલ્લાના કક્ષાની 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી હાલોલના એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાવનાર છે. જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણીની ના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
15મી ઓગસ્ટના દિવસે 77માં સ્વાતંત્રતા પર્વની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી હાલોલ ના ગોધરા રોડ ઉપર આવેલ એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9.00 કલાકે યોજવાના છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમારના હસ્તે ધ્વજવંદન યોજાવનાર છે. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા કોલેજ કેમ્પસ ખાતે ઉજવણીની પૂર્વ તૈયારીઓ માર્ગ મકાન વિભાગ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર સહિત પંચમહાલ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખો તેમજ રાજકીય આગેવાનો અને પંચમહાલ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, તાલુકા ની શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ની ઉપસ્થિત માં યોજાશે. યોજાવનાર પર્વ માં પોલીસ સલામી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.