- નબીરાઓ ડ્રગ્સનું સેવન કરવા રાજસ્થાન સુધી લાંબા થાય છે
- ડ્રગ્સને લઈને સ્થાનિક થરાદ પોલીસની બાજનજર છે
- કોઈપણ કેફ્ માણતો જણાશે તો છોડવામાં નહીં આવેની તાકીદ
થરાદ તાલુકાના બુદ્ધિજીવી આગેવાનોના કહેવા પ્રમાણે થરાદ તાલુકામાં આજનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડતું નજરે જોવા મળી રહ્યું છે. જેમાં આ ડ્રગ્સનું પડોશમાં જ આવેલા રાજસ્થાનના લોકો તેનું વેચાણ છાના છુપું કરે છે અને થરાદ તાલુકાના યુવાનો તેનું સેવન કરવા રાજસ્થાન સુધી લાંબા થાય છે અને બુદ્ધિજીવી લોકોએ આ ડ્રગ્સને સેવન કરતાં યુવાઓને અટકાવવા માટે સામાજિક આગેવાનોને જાગૃત થવું પડશે. તેવું નિવેદન આપ્યું હતું.
સાંપ્રત સમયમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગ દેખાદેખીના પાપે વ્યસન અને ફેશનમાં ફ્સાઈને બરબાદ થઈ રહ્યો છે. આજના કેટલાક યુવાનો મર્યાદાને સન્માન આપતા નથી સંસ્કારનું મૂલ્ય સમજતા નથી જેના કારણે યુવાવર્ગ બેફમ બનીને જીવન જીવી રહ્યા છે જે ખરેખર ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે કારણ કે આજનો યુવાન એજ પરિવાર,ગામ,સમાજ અને રાષ્ટ્ર નું આવતીકાલ નું ભવિષ્ય છે પણ જો યુવાનો માર્ગ ભટકેલા હશે તો એજ યુવાનો બોજરૂપ બનશે એ સત્ય છે આજે યુવાનો બીડી,ગુટખા,અફ્ીણ,ભાંગ, તમાકુ અને નશાની ગોળીઓ વગેરેમાં.ફ્સાઈ ગયા છે ઘણા લોકો દેખાદેખી અને ફેશનમાં વ્યસનના રવાડે યુવાનો બરબાદ થઈ રહ્યા છે પણ એ ખબર નથી કે આજની મજાએ આવતીકાલની સજા છે એ યાદ રાખશો. આજે યુવાનોને એમ.ડી ડ્રગ્સનું ભૂત લાગ્યું છે. એથી યુવાનો આર્થિક તેમજ સ્વાસ્થ્યથી બરબાદ થઈ રહ્યા છે. આજે યુવાનોને ક્યાંક ક્યાંક સરળતાથી ડ્રગ્સ મળે છે આ ડ્રગ્સને ચલણી નોટોની સિગારેટ બનાવીને કશ લે છે. તો કેટલાક આર.એમ.ડી સાથે ડ્રગ્સ લે છે. જેની કિંમત ગણીએ તો એક ગ્રામ એમ.ડી. ડ્રગ્સની કિંમત અંદાજે 2000 છે. શરૂઆતમાં ડ્રગ્સને યુવાનો મોજમસ્તીમાં લે છે પણ એ ખબર નથી કે આ ડ્રગ્સના વ્યસનના તમે આદિ બની જશો પછી તો ધન નહિ હોય તો પણ વ્યસન વગર તમારા શરીરની નસો તૂટશે અને વ્યસન કરવા માટે તમે ચોરી, લૂંટ, અપહરણ વગેરે દરેક ખરાબ પ્રવૃત્તિઓ કરશો અને જે તમારા અને તમારા પરિવાર માટે ખતરો ઉભો કરશે. આજે યુવાનો ભવિષ્યની તેમજ પરિવારની ચિંતા કરતા નથી. આ ઉપરાંત આજે ક્યાંક ક્યાંક સરળતાથી ડ્રગ્સ મળી રહ્યું છે. જે જે વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ થાય છે ત્યાં ત્યાં યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી રહ્યા છે.
થરાદ તાલુકાના આગેવાન દાનાભાઈ માળીએ જણાવ્યું હતું કે પોલીસ સક્રિય બનીને કામ કરે છે પણ પ્રજાએ સ્વંયભુ જાગૃત થવાની જરૂર છે. જો તમે નહિ જાગો તો યુવાનો અવળી દિશામાં આગળ વધી જશે.
પોલીસના ડરથી થરાદમાં ડ્રગ્સનું વેચાણ થતું નથી પરંતુ સેવન કરવા યુવાનો રાજસ્થાન જાય છે
થરાદના એક જાગૃત વ્યક્તિએ જણાવ્યું હતું કે થરાદ તાલુકો એ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો છેજેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા કેટલાય બુટલેગરો જોવા મળે છે પરંતુ સાથે સાથે ડ્રગ્સ ભવિષ્યનું ખતરારૂપ સાબિત થતું જાય છે થરાદમાં પોલીસના ડરથી ડ્રગ્સનું વેચાણ થતું નથી પરંતુ કેટલાય લોકો સેવન કરવા રાજસ્થાન બોર્ડરની પેલી બાજુ જાય છે અને રાજસ્થાનમાં પણ છાનાછૂપે રાજેસ્થાની લોકો ડ્રગ્સનું વેચાણ કરે છે.
યુવાવર્ગ દેખાદેખીના પાપે વ્યસન અને ફેશનમાં ફ્સાઈને બરબાદ થઈ રહ્યો છે….
થરાદના ડોક્ટર કરશનભાઈ લુણાલવાળાએ જણાવ્યું હતું કે ‘કિનારો સે ટકારેય ઉસે તુફન કહેતે હૈ લેકિન જો તુફનો સે ટકારેય ઉસે યુવાન કહતે હૈ’ દેશના યુવાવર્ગ માટે સ્વામી વિવેકાનંદજીએ યુવાન કેવો હોવો જોઈએ એની સુંદર વ્યાખ્યા સ્વામી વિવેકાનંદજી કીધી છે પણ આજે કમનસીબે યુવાનો માર્ગ ભટકી રહ્યા છે અને આજે યુવાવર્ગ એમ.ડી ડ્રગ્સને મજા ગણે છે પણ એ મજા નથી સજા છે, યુવાનો જોશ અને હોશ માટે ડ્રગ્સનો સહારો લે છે પણ લાંબાગાળે એની આડઅસરથી નપુંસકતા અને બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે.