- કોરોનાના કપરા સમયે ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા
- મહીસાગર જિલ્લા તંત્રની આવી નીતિ રીતિથી ભારે રોષ જોવાં મળ્યો
- આરોગ્ય કર્મચારીઓને 130 દિવસનો પગાર નહીં અપાતાં નારાજગી ફેલાઈ છે
જિલ્લામાં કોરોનાના કપરાં સમયમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મલટીપરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર અને મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ-3 સંવર્ગના કર્મચારી ઓએ કોરોનાની મહામારીના સમયગાળામાં કોવિડ મહામારીમાં જાહેર રજાને રવિવારના દિવસે પણ પોતાની ફરજ બજાવનાર કર્મચારીઓને તેઓની માંગણીઓના સંદર્ભમાં ગુજરાત સરકારના આરોગ્ય ને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા 130 દિવસનો પગાર આપવાં જાહેર કરાયું હતું.
કોરોના કાળના આ સમય દરમ્યાન મહીસાગર જીલ્લામાં કેટલાક આરોગ્યના કર્મચારીઓ નિવૃત થયેલ જે આ નિવૃત કર્મચારીઓ કે જેમણે કોરોના સમયમાં તેમની ફરજ જાહેર રજાને રવિવારના દિવસે પણ પોતાની ફરજ બજાવી હતી. અને આવા નિવૃત કર્મચારીઓ પગારના હકદાર હતાં. તેમ છતાં પણ મહીસાગર જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જીલ્લામાં આવા નિવૃત થયેલ આરોગ્ય કર્મચારીઓને તેમનો મળવાં પાત્ર 130 દિવસનો પગાર આજદિન સુધી નહીં ચૂકવતાં નિવૃત્ત કર્મચારીઓમાં તંત્રની આવી નીતિ રીતીથી ભારે રોષ જોવાં મળે છે.
મહીસાગર જીલ્લામાં કોરોનાના કપરાં સમયમાં આરોગ્ય વિભાગ ના કમઁચારી ઓ પૈકી કેટલાક કર્મચારીઓ તેમની ફરજ જાહેર રજાને રવિવારના દિવસે બજાવીને નિવૃત થયેલ છે તેવા નિવૃત કર્મચારીઓને મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દવારા તેમનો બાકી નીકળતો 130 દિવસનો પગાર વહેલી તકે ચુકવી અપાય તેવી માગ થઈ છે.