- 15 લોકોના નામ યાદીમાં ન આવતા હોબાળો થયો
- મતદાન કરવા જઈ રહેલા લોકોને અટકાવાયા
- મતદાર યાદીમાંથી નામ નીકળી જવાથી લોકોમાં રોષ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજરોજ યોજાઈ રહ્યું છે. જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદારો વોટીંગ કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તેવામાં અમદાવાદ જીલ્લાની સાણંદ વિધાનસભાના નાનીદેવતી ગામના મતદાન મથકે હોબાઓ થવાની ઘટના સામે આવી છે. કેટલાક લોકોનું નામ મતદાર યાદીમાંથી રદ થઇ જતા લોકો રોષે ભરાયા હતા અને મતદાન મથક પર હોબાળો કર્યો હતો.
મળતી માહિતી મુજબ નાનીદેવતી ગામમાં રહેતા 15-18 લોકો આજરોજ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાજર રહેલા અધિકારીઓએ એમ કહીને અટકાવ્યા હતા કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. અને તેમણે મત આપવાથી અટકાવ્યા હતા. જે બાદ ગ્રામજનો રોષે ભરાયા હતા. આ સમગ્ર ઘટના અંગે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.