સ્ટેટ મોનીટરીંગ સેલનાં એએસઆઈને બાતમી મળેલ કે સાણંદ ભાટીયાવાસ ખાતે ભૂપતભાઈ બાબુજી ઠાકોર પરમીટ વગર વિદેશી દારૂનો સંગ્રહ તેમજ વેચાણ કરે છે.
જેથી સ્ટાફની ટીમે રેડ કરતાં સાણંદ ભાટીયાવાસ ખાતે ભૂપતભાઈ ઠાકોરનાં મકાનની બહાર કાળા કલરનું એક્ટીવા સ્કુટર લઈ ઉભેલ લક્ષ્મણભાઈ રમેશભાઈ ઠાકોર (રહે. માધવનગર) પાસેથી એક કોથળીમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને બીજો ઘરનાં દરવાજા પાસે દેખરેખ રાખતો દશરથજી મેલાજી ઠાકોર(રહે.ભાટીયાવાસ)ને કોર્ડન કરી પુછતાછ કરતાં ભૂપતજી બાબુજી ઠાકોરનાં મકાનમાં અંડર ગ્રાઉન્ડ પાણીનાં ટાંકામાં છુપાવેલ દારૂની બોટલો ખાખી બોક્ષમાં મળી આવી હતી. જેને ટોર્ચની મદદથી બહાર કાઢી જોતાં દારૂની બોટલ તથા બિયરના ટીન 644 નંંગ કિંમત રૂ.2,50,826નો જથ્થો મળી આવ્યો હતો. જેની જાણ કરતાં સાણંદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. જેઓની સાથે પોલીસ વાનમાં દારૂનો જથ્થો તેમજ પકડાયેલ બંન્ને આરોપીઓની સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આરોપીઓ લક્ષ્મણભાઈ રમેશભાઈ ઠાકોર (ઉં.વર્ષ-21, રહે માધવનગર), દશરથજી મેલાજી ઠાકોર(ઉં.વર્ષ-20, રહે.ભાટીયાવાસ) તથા નહીં મળી આવેલ આરોપી ભૂપતભાઈ બાબુજી ઠાકોર (મુખ્ય આરોપી દારૂનો સંગ્રહ તેમજ વેચાણ કરનાર), દારૂનાં વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાળા કલરનાં એક્ટીવાનો માલિક, તેઓને વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી સાણંદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તથા મુખ્ય આરોપી ભૂપતભાઈ બાબુજી ઠાકોરની ગુનાહીત પ્રવૃતિઓની તપાસ કરતા તેના પર અગાઉ પણ પ્રોહી. એક્ટનાં ગુનાઓ દાખલ થયાનું જણાયું હતું.