- લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઇને હવે સરકાર એકશનમાં..
- અનિરુદ્ઘસિંહનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ.
- જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્રારા પણ સરકારને રિપોર્ટ સોંપાશે
રાજકોટના રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના વિવાદ વિવાદ હાલ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે આ વિવાદ અંગે રાજ્ય સરકારે જીલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પરથી ટીકીટ આપવાને લઈને ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે વિવાદ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ગોંડલ અને રીબડા જૂથ વચ્ચેના વિવાદ અને જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિને લઇને હવે રાજ્ય સરકાર એકશનમાં આવી છે. આ સાથે જ રીબડાના અનિરુદ્ઘસિંહનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્રારા પણ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ થોડા દિવસો પહેલા અમિત ખુંટ નામના વ્યક્તિને માર માર્યો હતો. આ સાથે જ હથિયાર બતાવી કોઈ પ્રકારની ધમકી પણ આપી હતી. જે બાદ પીડિત અમિત ખૂંટે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સહીત કુલ 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. સત્યજીતસિંહ જાડેજા, ઉત્તમસિંહ જાડેજા અને ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જે ગોંડલ કોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી હતી.