- વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી
- વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે રજુઆત કરી
- ગાંધી ચીધ્યા માર્ગે હડતાલ પર જવા ચીમકી આપી
સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લા વન વિભાગના કર્મચારીઓએ પણ ગ્રેડ પે મામલે આજથી હડતાળનું રણશિંગુ ફૂક્યું છે અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી
પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી
નર્મદા જિલ્લા વન કર્મચારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં વનરક્ષક વર્ગ -3ને 2800 ગ્રેડ પે આપવો તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો, વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે તેમજ અન્ય મુદ્દે પણ રજુઆતો કરવામાં આવી હતી, પરંતુ અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી.
ગાંધી ચીધ્યા માર્ગે હડતાલ પર જવા ચીમકી આપી
આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વન વિભાગ દ્વારા કમિટીની રચના પણ કરવામાં આવી નથી. માટે આ માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ નહી આવતા વન કર્મચારીઓમાં રોષ ફેલાતા તારીખ 22/8/2022ના રોજ વન રક્ષક કર્મચારી મંડળના નર્મદા જિલ્લા પ્રમુખ હાર્દિકસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ વનરાજસિંહ ગોહિલ તથા નર્મદા જીલ્લાના વન કર્મચારીઓ દ્વારા ડીસીએફ નોર્મલ નર્મદા તથા સામાજિક વનીકરણ ડીસીએ નર્મદા તથા સીએફ સિલ્વા નર્મદા તથા જીએફઆરસી સીએફ નર્મદાને આવેદન પત્ર આપ્યું હતું. નર્મદા જિલ્લાના વર્ગ -3 ના 400 જેટલા વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓ પોતાના હક્ક માટે તારીખ 29/૦8/2022 ના રોજ ગાંધી ચીધ્યા માર્ગે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર જવા નર્મદા જિલ્લા વનકર્મીઓ દ્વારા આવેદનપત્ર આપી ચીમકી આપી છે.